કેરળ:વિવાદ બાદ RSS પ્રમુખ મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો

Written By:
Subscribe to Oneindia News

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 70 વર્ષ પૂર્ણ થયાની ઉજવણમાં વ્યસ્ત છે, ત્યારે કેરળના પલક્કડમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને એક શાળામાં ત્રિરંગો લહેરાવતા રોકવામાં આવ્યા હતા. શહેરના કલેક્ટરે શાળાને એક મેમો જાહેર કર્યો હતો, જે અનુસાર કોઇ પણ નેતા સરકારની સહાયતા મેળવતી શાળામાં રાષ્ટ્રધ્વજ ન ફરકાવી શકે. આવી શાળામાં કોઇ શિક્ષક કે નિવૃત્ત અધિકારીને જ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની પરવાનગી આપવામાં આવે છે. આથી મોહન ભાગવતના રાષ્ટ્રધ્વજ ફરકાવવા પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

ohan bhagwat

જો કે, ભાજપે કલેક્ટરના આ આદેશને બિનજરૂરી કહ્યો હતો અને કલેક્ટરને આદેશને પડકાર આપતાં કહેવામાં આવ્યું હતું કે, મોહન ભાગવત શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ભાજપ અને આરએસએસનું કહેવું છે કે, ઝંડા કોડ અનુસાર સ્વતંત્રતા દિવસ પર કોઇપણ શાળામાં ધ્વજારોહણ કરી શકાય છે. જો કે, વિવાદ વધતાં આખરે શાળા દ્વારા મોહન ભાગવતને ઝંડો લહેરાવવાની પરવાનગી આપવામાં આવી હતી.

English summary
The chief of the RSS, Mohan Bhagwat has been restrained from hoisting the National Flag at Palakkad in Kerala. The RSS chief was to hoist the Tricolour at a school in Kerala.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.