For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે 'મોહન'નું મન મોહી લીધું, ભાગવતે કર્યા ભરપૂર વખાણ

|
Google Oneindia Gujarati News

નાગપુર, 3 ઓક્ટોબર: સંઘ પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે ભારત દુનિયાનો સૌથી મોટો ભાઇ છે. કારણ કે વિશ્વમાં ભારત એક પ્રાચીન દેશ છે. મોહન ભાગવતે વિજયાદશમીના અવસર પર આ વાત કહી. આરએસએસ પ્રમુખ ભાગવતે જણાવ્યું કે ભારતને તમામના સપનાનો દેશ બનાવવા માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. આ કામમાં થોડો સમય લાગશે.

ભાષણ દરમિયાન સંઘ પ્રમુખે મધ્ય એશિયામાં થઇ રહેલા સંઘર્ષ માટે કોઇ પણ દેશનું નામ લીધા વગર તેમની ખોટી નીતિયોને જવાબદાર ઠેરવી. તેમણે જણાવ્યું કે કેટલાક દેશ મધ્ય એશિયાના તેલ ભંડાર પર કબજો કરવા માટે ખોટી નીતિયો અપનાવી રહ્યું છે. આના કારણે કટ્ટરવાદ પ્રતિક્રિયાએ જન્મ લઇ લીધો છે.

  • વિવિધતાઓનો સ્વીકાર કરવાનો છે

ભાગવતે જણાવ્યું કે વિવિધતાઓને સ્વીકાર કરવાથી જ માનવતાનો વિકાસ થશે. તેમણે મંગળ મિશનની સફળતા માટે દેશના વૈજ્ઞાનિકોને પણ શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે મંગળયાનની સફળતાથી દેશનું માન વધી રહ્યું છે.

  • મોદીની અમેરિકા યાત્રાને સફળ ગણાવી

અત્રે નોંધનીય છે કે 1925માં વિજયાદશમીના દિવસે જ હેડગેવરે સંઘની સ્થાપના કરી હતી. આ અવસર પર આયોજિત કાર્યક્રમમાં સંઘ પ્રમુખે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની અમેરિકા યાત્રા દરમિયાન ભારતીય મૂળના લોકોનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો, જેને અમેરિકાએ પણ સ્વીકાર કર્યો છે. સંઘ 87મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે.

  • સ્વચ્છ ભારત

ભાગવતે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનના વખાણ પણ કર્યા. સ્વચ્છ ભારત પર મોહન ભાગવતે જણાવ્યું કે દેશ સ્વચ્છ હોવો જોઇએ.

  • દૂરદર્શન પર લાઇવ પર વિવાદ

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ભાષણને દૂરદર્શન પર લાઇવ બતાવવામાં આવ્યું. જેને લઇને એક વિવાદ છેડાઇ ગયો છે. કારણ કે કોઇ સરકારી ચેનલે કોઇ સંગઠન પ્રમુખના ભાષણના એક એક અંશની લાઇવ કવરેજ કર્યું હતું. જેને લઇને બૌદ્ધિકોમાં પણ ચર્ચા છેડાઇ ગઇ છે.

વાંચો તસવીરોમાં...

વિવિધતાઓનો સ્વીકાર કરવાનો છે

વિવિધતાઓનો સ્વીકાર કરવાનો છે

ભાગવતે જણાવ્યું કે વિવિધતાઓને સ્વીકાર કરવાથી જ માનવતાનો વિકાસ થશે. તેમણે મંગળ મિશનની સફળતા માટે દેશના વૈજ્ઞાનિકોને પણ શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે મંગળયાનની સફળતાથી દેશનું માન વધી રહ્યું છે.

મોદીની અમેરિકા યાત્રાને સફળ ગણાવી

મોદીની અમેરિકા યાત્રાને સફળ ગણાવી

અત્રે નોંધનીય છે કે 1925માં વિજયાદશમીના દિવસે જ હેડગેવરે સંઘની સ્થાપના કરી હતી. આ અવસર પર આયોજિત કાર્યક્રમમાં સંઘ પ્રમુખે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાલની અમેરિકા યાત્રા દરમિયાન ભારતીય મૂળના લોકોનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો, જેને અમેરિકાએ પણ સ્વીકાર કર્યો છે. સંઘ 87મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે.

સ્વચ્છ ભારત

સ્વચ્છ ભારત

ભાગવતે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનના વખાણ પણ કર્યા. સ્વચ્છ ભારત પર મોહન ભાગવતે જણાવ્યું કે દેશ સ્વચ્છ હોવો જોઇએ.

દૂરદર્શન પર લાઇવ પર વિવાદ

દૂરદર્શન પર લાઇવ પર વિવાદ

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના ભાષણને દૂરદર્શન પર લાઇવ બતાવવામાં આવ્યું. જેને લઇને એક વિવાદ છેડાઇ ગયો છે. કારણ કે કોઇ સરકારી ચેનલે કોઇ સંગઠન પ્રમુખના ભાષણના એક એક અંશની લાઇવ કવરેજ કર્યું હતું. જેને લઇને બૌદ્ધિકોમાં પણ ચર્ચા છેડાઇ ગઇ છે.

English summary
RSS chief Mohan Bhagwat says India is big brother of World during visit of Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X