For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના ત્રિદિવસીય સંમેલનમાં પાકિસ્તાન સિવાય 60 દેશોના પ્રતિનિધિને આમંત્રણ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) એ આ મહિને દિલ્લીમાં યોજાનારા પોતાના ત્રિદિવસીય સંમેલનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંમેલનમાં શામેલ થવા માટે લગભગ 60 દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) એ આ મહિને દિલ્લીમાં યોજાનારા પોતાના ત્રિદિવસીય સંમેલનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંમેલનમાં શામેલ થવા માટે લગભગ 60 દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. જો કે પડોશી દેશ પાકિસ્તાનને આ સંમેલન માટે આમંત્રણ મોકલવામાં આવ્યુ નથી. આરએસએસનું કહેવુ છે કે પાકિસ્તાન આપણા દેશના બહાદૂર સૈનિકોના હત્યારા અને આતંકવાદનું સમર્થક છે એટલા માટે આ કાર્યક્રમમાં શામેલ થવા માટે તેને આમંત્રણ મોકલવામાં આવશે નહિ.

ચીનને આમંત્રણ, પાકિસ્તાનને નહિ

ચીનને આમંત્રણ, પાકિસ્તાનને નહિ

ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ સમાચાર અનુસાર આરએસએસની ત્રણ દિવસો સુધી ચાલનાર સંમેલન ‘ભવિષ્યનું ભારતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રષ્ટિકોણ' માટે પાકિસ્તાન સિવાય એશિયાના લગભગ બધા દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ મોકલ્યુ છે. કાર્યક્રમમાં ચીનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આરએસએસનું કહેવુ છે કે ચીન અને ભારત વચ્ચે ઘણી સાંસ્કૃતિક સમાનતાઓ છે એટલા માટે ચીનને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. જાણકારી મુજબ કુલ 60 દેશોને સંમેલન માટે આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતરઆ પણ વાંચોઃ અમેરિકા પર તોળાઈ રહ્યુ છે વિનાશના વાવાઝોડા ‘ફ્લોરેન્સ' નું જોખમ, 10 લાખ લોકોનું સ્થળાંતર

દિલ્લીમાં 17-19 સપ્ટેમ્બરે સંમેલન

દિલ્લીમાં 17-19 સપ્ટેમ્બરે સંમેલન

આરએસએસનું આ સંમેલન દિલ્લીના વિજ્ઞાન ભવનમાં 17 થી 19 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમમાં દેશના બધા રાષ્ટ્રીય અને ક્ષેત્રીય રાજકીય પક્ષોને બોલાવવામાં આવશે. આમાં તે પક્ષો પણ હશે જે વૈચારિક રીતે આરએસએસના વિરોધી છે. રાજકીય દળો અને વિદેશી રાજનાયકો ઉપરાંત સંમેલનમાં ફિલ્મ ઉદ્યોગ જગત અને મીડિયા સાથે જોડાયેલ હસ્તીઓને પણ બોલાવવામાં આવશે. સંમેલનને સંઘ પ્રમુખ મોહન ભાગવત સંબોધિત કરશે. વળી, કાર્યક્રમમાં આવેલા લોકોના સવાલોના જવાબ પણ આપશે.

શું રાહુલને આમંત્રણ આપ્યુ?

શું રાહુલને આમંત્રણ આપ્યુ?

તમને જણાવી દઈએ કે ચર્ચા હતી કે કાર્યક્રમ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવમાં આવશે. જો કે આની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. કોંગ્રેસે આના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે આરએસએસના સંમેલનમાં રાહુલ ગાંધીને કોઈ આમંત્રણ હજુ સુધી મળ્યુ નથી. જો આરએસએસ રાહુલ ગાંધીને કાર્યક્રમમાં આમંત્રિત કરશે તો પક્ષ આ અંગે કંઈ કહી શકશે.

આ પણ વાંચોઃ પત્ની કુલસુમના જનાજામાં શામેલ થવા નવાઝ શરીફને મળ્યા 12 કલાકના પેરોલઆ પણ વાંચોઃ પત્ની કુલસુમના જનાજામાં શામેલ થવા નવાઝ શરીફને મળ્યા 12 કલાકના પેરોલ

English summary
RSS Invites 60 Countries Excluding Pakistan in His Three Days Lecture Summit in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X