મોદી સાથે છેલ્લી મુલાકાત કરી ડૉ. પ્રફુલ્લ ભાઇએ લીધા છેલ્લા શ્વાસ!
સંધ પરિવારના જાણીતા નેતા તેવા સ્વ. ડૉ. પ્રફુલભાઇ દોશી ગત બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી ખાતે પરિવાર સહિત મળવા ગયા હતા. જે અંગેની જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. પણ તે બાદ તેમનું હદય રોગના હુમલાના કારણે ગણતરીના કલાકોમાં મોત થયું છે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું.

નોંધનીય છે કે ગત લાંબા સમયથી પ્રફુલ્લભાઇ અઆને તેમનો પરિવાર સંધ અને ભાજપ સાથે જોડાયેલો છે. અને ગુજરાતના અને ખાસ કરીને રાજકોટના એક દિગ્ગજ નેતા તરીકે ડૉ. પ્રફુલ્લભાઇ દોશીનું નામ લેવાય છે. ત્યારે તેમની મૃત્યુ બાદ દિલ્હીથી તેમના પાર્થિવ દેહને અમદાવાદ અને તે બાદ રાજકોટ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપ અને સંધના નેતાઓ હાજર રહ્યા હતા.
राजकोट के पुराने साथी डॉ. प्रफुल्ल भाई दोशी परिवार सहित आज मुझे मिलने आए। परिवारजनों के साथ पुरानी यादें ताजा हुईं। pic.twitter.com/75mf13yNjM
— Narendra Modi (@narendramodi) July 13, 2016












Click it and Unblock the Notifications
