For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકબીજા સાથે જોડી રાખે છે સંઘઃ અડવાણી

By Super
|
Google Oneindia Gujarati News

lk-advani
નવી દિલ્હી, 18 જુલાઇઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ 'વૈચારિક પરિવાર'નું એ પ્રમુખ સ્ત્રોત છે, જે 'અમને એકબીજા સાથે જોડી રાખે છે.'

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અડવાણીનો વિદ્રોહ શાંત કરવા માટે સંઘ દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપના એક મહિના બાદ આ પ્રકારનું નિવેદન આ વરિષ્ઠ નેતા અડવાણી દ્વારા આપવામાં આવ્યું છે.

સંઘના નિકટના વરિષ્ઠ પત્રકાર બાલેશ્વર અગ્રવાલની સ્મૃતિમાં એક પુસ્તક વિમોચન સમયે અડવાણીએ કહ્યું કે, હું હંમેશા વિચારું છું કે અમારા પોતાના વ્યક્તિગત પરિવાર હોઇ શકે છે, પરંતુ અમારો વૈચારિક પરિવાર તો હંમેશા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ જ રહેશે. તે અમને એકબીજા સાથે જોડી રાખે છે.

અડવાણીનું આ નિવેદન ઘણું મહત્વનું છે, કારણ કે એ એવા સમયે આવ્યું છે, જ્યારે મહિના પહેલા આ ભાજપી નેતાએ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારે સંઘે જ મામલામાં હસ્તક્ષેપ કર્યો હતો. મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યાના વિરોધમાં અડવાણીએ તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા અડવાણી સાથે વાતચીતકરવામાં આવ્યા બાદ તેમણે રાજીનામાં પરત લઇ લીધા હતા.

English summary
Over a month after RSS intervened to end his revolt against Narendra Modi, BJP leader LK Advani today said the Sangh fountainhead is the “ideological family” which “binds us together”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X