For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાફિક ચાલન, રકમ જાણી હોંશ ઉડી જશે

આ મહિનાથી લાગુ કરાયેલા નવા મોટર વાહન અધિનિયમ હેઠળ દેશમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ ભરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

આ મહિનાથી લાગુ કરાયેલા નવા મોટર વાહન અધિનિયમ હેઠળ દેશમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ ભરવો પડી રહ્યો છે. પૂર્વી રાજ્ય ઓડિશામાં પણ આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે. નવા મોટર વાહન અધિનિયમ અંતર્ગત, કોઈપણ પર લગાવવામાં આવેલી દંડની સૌથી મોટી રકમ હોવાનું કહેવામાં આવે છે. સંબલપુર રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) ઓડિશામાં એક ટ્રક ચાલકને 86,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ટ્રક ચાલક પર 86,500 રૂપિયાનો દંડ લાગ્યો હતો

ટ્રક ચાલક પર 86,500 રૂપિયાનો દંડ લાગ્યો હતો

સંબલપુર જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ એક ટ્રક ચાલકને ગયા અઠવાડિયે 86,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રક ચાલક અશોક જાદવને 3 સપ્ટેમ્બરના રોજ દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ, શનિવારે સાંજે ચાલાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે, ડ્રાઇવરે કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા બાદ કેસ 70,000 રૂપિયામાં પતાવ્યો હતો. અશોકે દંડ ભર્યા બાદ 6 સપ્ટેમ્બરના રોજ ટ્રક છોડી દેવાઈ હતી. ટ્રકનો રજિસ્ટ્રેશન નંબર NL01 G1470 નાગાલેન્ડનો છે.

આ નિયમો હેઠળ ડ્રાઇવરને દંડ ફટકારવામાં આવ્યો

આ નિયમો હેઠળ ડ્રાઇવરને દંડ ફટકારવામાં આવ્યો

અશોક પર અનધિકૃત વ્યક્તિને ગાડી ચલાવવા માટે (5,000 રૂપિયા), લાઇસન્સ ન હોવાના કારણે (5,000 રૂપિયા), ઓવરલોડિંગ માટે (56,000 રૂપિયા), વધુ પરિમાણ અંદાજ કરતા વધુ લઇ જવા માટે (20,000 રૂપિયા) અને સામાન્ય ગુના માટે(500 રૂપિયા) દંડ ફટકાર્યો હતો. ડ્રાઇવરે 86,500 રૂપિયાનો દંડ ભરવાનો હતો. પરંતુ ડ્રાઇવરે અધિકારીઓ સાથે ઘણો વાદ વિવાદ કર્યો હતો, જે બાદ 70 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આ ટ્રક નાગાલેન્ડની કંપની બીએલએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. ના નામ પર હતી. ટ્રકમાં જેસીબી મશીનનો ભાર હતો, જેને છત્તીસગઢ લઈ જવામાં આવી રહ્યું હતું.

આટલા રૂપિયામાં થયું ફાઇનલ સેટલમેંટ

આટલા રૂપિયામાં થયું ફાઇનલ સેટલમેંટ

મોટર વાહનો સુધારો અધિનિયમ, 1 સપ્ટેમ્બર 2019 થી અમલમાં આવ્યો છે, ત્યારબાદ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારે દંડ ફટકારવામાં આવે છે. આને કારણે દેશના ઘણા ભાગોમાંથી મોટા પ્રમાણમાં ચાલન કાપવામાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં, ભુવનેશ્વરમાં એક ઓટો રિક્ષા ચાલકને 47,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેની પાસે ન તો માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હતું, ન નોંધણીનું પ્રમાણપત્ર, ન કોઈ વીમા પ્રમાણપત્ર. તે જ સમયે, એક ટ્રેક્ટર-ટ્રોલી ચાલકનું ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે 59,000 રૂપિયાનું ચાલાન કાપી નાખ્યું હતું.

આ પણ વાંચો: હદ થઈ ગઈ, બાઈકવાળાનું કપાયું સીટ બેલ્ટ ન પહેર્યો હોવાનું ચલાન, જાણો પછી શું થયું

English summary
RTO has issued a challan of Rs 86,500 to a truck driver in Odisha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X