• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હદ થઈ ગઈ, બાઈકવાળાનું કપાયું સીટ બેલ્ટ ન પહેર્યો હોવાનું ચલાન, જાણો પછી શું થયું

હદ થઈ ગઈ, બાઈકવાળાનું કપાયું સીટ બેલ્ટ ન પહેર્યો હોવાનું ચલાન, જાણો પછી શું થયું
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નવો મોટર વ્હીકલ એક્ટ આવ્યા બાદ દેશભરમાંથી હજારો રૂપિયાના ચલાન કપાતાં હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ કહેશો કે, 'નશો કરીને ચલાન કાપ્યું કે શું!' આ કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપૂરથી સામે આવ્યો છે જ્યાં એક બાઈક ચાલકનું સીટ બેલ્ટ ન પહેર્યો હોવાનું કહીને ઈ-ચલાન મોકલવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ટ્રાફિક નિયમના ઉલ્લંઘનનો આ આરોપ યૂપીની કોઈ જગ્યા પર નહિ, બલકે બિહારનો છે. કાનપુર નગર નિગમના આ કર્મચારીને તેના મોબાઈલ પર જ્યારથી પટનામાં કપાયેલ ઈ-ચલાન મળ્યું, તે સ્થાનિક પોલીસ સ્ટેશને ચક્કરો લગાવતો થઈ ગયો છે. તેની માત્ર એક જ ફરિયાદ છે કે જે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન તે કરી જ ન શકે તો પછી તેની સાથે આવું કેમ થયું. એટલું જ નહિ તેણે આશંકા જતાવી કે ક્યાંક તે આનાથી મોટી સમસ્યામાં ન ફસાય જાય. હાલ તેની ફરિયાદ પર કાનપુર પોલીસ પટના પોલીસના સંપર્કમાં છે.

બાઈક ચાલકે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાનો આરોપ

બાઈક ચાલકે સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાનો આરોપ

કાનપુર નગર નિગમના એક કર્મચારીને પટનામાં સીટ બેલ્ટ બાંધ્યા વિના કાર ચલાવવાના આરોપમાં ઈ-ચલાન મોકલવામાં આવ્યું. નવાબગંજ વિસ્તારમાં રહેતા પ્રદિપને જ્યારથી તેના મોબાઈલ પર પટના પોલીસના ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનનું ચલાન મળ્યું છે તે બહુ પરેશાન છે. પહેલા તો તેને કંઈ સમજમાં જ ન આવ્યું. એક તો તેની પાસે બાઈક છે તો સીટ બેલ્ટ ન બાંધવાનું ચલાન કેવી રીતે કપાય શકે છે. અને તે પણ પાંચસો કિમી દૂર બીજા રા્જયના રાજધાનીમાં. ચલાન જોયા બાદ તેને માલૂમ પડ્યું કે તેનું આ ચલાન ગત સોમવારે પટનામાં કપાયું છે.

કોઈ મોટી મુસિબતમાં ફસાવવાનો ડર

કોઈ મોટી મુસિબતમાં ફસાવવાનો ડર

જ્યારે તેણે ઈ-ચલાનની ઓનલાઈન તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કોઈ પટના નિવાસીએ કર્યું છે, જે ફેક નંબરની કાર ચલાવતો હતો, આ પ્લેટ નંબર પ્રદીપની બાઈકનો હતો. તેમને એમ પણ માલૂમ પડ્યું કે સીટ બેલ્ટ પહેર્યા વિના ખોટા નંબરની કાર ચલાવી રહેલ મંટૂ કુમાર નામના શખ્સે 1000 રૂપિયાનું શમન શુલ્ક પણ પટનામાં જમા કરાવ્યું છે. હવે પ્રદીપને ડર છે કે પટનામાં બેઠેલ આ શખ્સ પોતાની ફેક નંબરપ્લેટ વાળી કારથી કંઈક ગુનો કરશે તો તે મોટી મુસિબતમાં ફસાઈ જશે.

કાનપુર પોલીસે પટના પોલીસને વાત કરી

કાનપુર પોલીસે પટના પોલીસને વાત કરી

જ્યારથી પ્રદીપને તેના મોબાઈલ પર ઈ-ચલાન મળ્યું છે, તે કાનપુર પોલીસ સ્ટેશનના ચક્કરો લગાવી રહ્યો છે, જેથી તેને આ માથાકૂટથી છૂટકારો મળી શકે. પ્રદીપે ટીઓઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે પટનામાં કોઈ ફેક રજિસ્ટ્રેશનનો નંબર કરી રહ્યો છે. હું પટના પોલીસમાં ફરિયાદ કરવાની પ્રક્રિયામાં છું. કાનપુરના ટ્રાફિક એસપી સુશીલ કુમારે પણ આ પ્રકારની ફેક નંબરપ્લેટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, 'અમે પટના પોલીસને કહ્યું કે તેઓ ધ્યાન રાખે અને તે કારને ટ્રેક કરે.'

કાર ડ્રાઈવરનું હેલમેટ ન પહેરવાનું ચલાન કપાઈ ચૂક્યું છે

કાર ડ્રાઈવરનું હેલમેટ ન પહેરવાનું ચલાન કપાઈ ચૂક્યું છે

થોડા દિવસ પહેલા જ યૂપીના અલીગઢમાં પણ એક શખ્સે આવી જ મુસિબતનો સામનો કરવો પડ્યો. તે શખ્સ પાસે કાર છે, જ્યારે તેનું હેલમેટ ન પહેરીને કાર ચલાવવાનું ચલાન કાપી મૂકવામાં આવ્યું. જણાવી દઈએ કે તપાસમાં આ જાણકારી સામે આવી કે આ ટ્રાફિક પોલીસની લાપરવાહીથી થયું છે. બાદમાં ચલાનમાંથી નામ હટાવવા માટે સુરેશ ચંદ્ર ગુપ્તા નામના વેપારીએ હેલમેટ પહેરીને વરોધ જતાવવાની કોશિશ પણ કરી હતી. બાદમાં અલીગઢના ટ્રાફિક એસપી જીજુલ હકે વિશ્વાસ જતાવ્યો હતો કે જો આ ભૂલથી થયું હશે તો તેમનું ચલાન કેન્સલ કરી દેવામાં આવશે.

ટ્રાફિકના નિયમો તોડનારાઓ પર ફરી આવી આફત, જાણો કેવી રીતેટ્રાફિકના નિયમો તોડનારાઓ પર ફરી આવી આફત, જાણો કેવી રીતે

English summary
bike rider got challan for not wearing seat belt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X