
અમિત શાહ અને શરદ પવારની મુલાકાત પર સંજય રાઉત, 'અમુક વસ્તુઓ સમય સાથે સ્પષ્ટ થઈ જવી જોઈએ...'
મુંબઈઃ છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં ખટપટ જોવા મળી રહી છે. આ દરમિયાન એ સમાચાર આવ્યા કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રમુખ શરદ પવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહની અમદાવાદમાં મુલાકાત થઈ છે. શિવસેના નેતા સંજય રાઉતે સોમવારે(29 માર્ચ) આ અટકળોને ફગાવી દીધી છે. ગુજરાતના સ્થાનિક સમાચાર રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શરદ પવાર અને પ્રફૂલ્લ પટેલે શનિવારે અમદાવાદમાં એક મોટા ઉદ્યોગપતિના ઘરે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સંજય રાઉતે આ સમગ્ર મામલે કહ્યુ છે કે આ અફવાઓ પર વિરામ લાગવુ જોઈએ.
સંજય રાઉતે વિશ્વાસ અપાવ્યો કે અમિત શાહ અને શરદ પવાર વચ્ચે આવી કોઈ મુલાકાત થઈ નથી. જો કે, અમિત શાહે રવિવારે શરદ પવાર સાથે તેમની મુલાકાત પર સવાલ ઉઠાવીને કહ્યુ કે બધુ સાર્વજનિક ન કરી શકાય. સંજય રાઉતે કહ્યુ, 'અમુક વસ્તુઓ સમય સાથે સ્પષ્ટ થવી જોઈએ નહિતર ભ્રમ પેદા થાય છે. હું વિશ્વાસ સાથે કહી શકુ કે અમદાવાદ કે ક્યાંયપણ શરદ પવાર અને અમિત શાહ વચ્ચે કોઈ ગુપ્ત બેઠક નથી થઈ. હવે આ અફવાઓ પર વિરામ લગાવો. આનાથી કંઈ નહિ મળે.'
પીટીઆઈ-ભાષા સાથે વાત કરીને સંજય રાઉતે કહ્યુ, 'શરદ પવાર અને અમિત શાહ વચ્ચેની મુલાકાતની અફવામાં કોઈ દમ નથી. પરંતુ વાસ્તવમાં, વિપક્ષી દળો સાથે વાતચીત થવાનુ સારુ હોય છે. પરંતુ એ સાચુ છે કે તે (શરદ પવાર અને અમિત શાહ) વાસ્તવમાં અમદાવાદમાં એકબીજાને મળ્યા નથી.'
85 વર્ષીય મહિલાના મોત બાદ TMC પર હુમલાવર થયુ BJP