કેમેરામેનને બચાવવા જતા રશિયાના ઇમરજન્સી મિનિસ્ટરનું મોત
રશિયાના ઈમરજન્સી મંત્રી યેવજેની ઝીનીચેવનું બુધવારના રોજ નિધન થયું હતું. ઝીનીચેવ આર્કટિકમાં વ્યૂહાત્મક લશ્કરી કવાયતમાં ભાગ લઈ રહ્યા હતા. આવા સમયે તેમને વ્યક્તિનું જીવન બચાવવાની પ્રક્રિયામાં મૃત્યુ પામ્યા હતા.
નવી દિલ્હી : રશિયાના ઈમરજન્સી મંત્રી યેવજેની ઝીનીચેવનું બુધવારના રોજ નિધન થયું હતું. ઝીનીચેવ આર્કટિકમાં વ્યૂહાત્મક લશ્કરી કવાયતમાં ભાગ લઈ રહ્યા હતા. આવા સમયે તેમને વ્યક્તિનું જીવન બચાવવાની પ્રક્રિયામાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ રશિયાના ઈમરજન્સી મંત્રાલયે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, અમને તમને જણાવતા દુ:ખ થાય છે કે, ઝીનીચેવ સત્તાવાર ફરજો નિભાવતી વખતે મૃત્યુ પામ્યા હતા. તેમણે છેલ્લી ક્ષણ સુધી પોતાની ફરજ બજાવી છે.

સ્થાનિક મીડિયા અનુસાર આર્ક્ટિકમાં લશ્કરી કવાયત રાખવામાં આવી હતી. તેમને શૂટ કરવા માટે એક ચેનલનો કેમેરામેન પણ હાજર હતો. થોડા સમય બાદ તેનો પગ લપસી ગયો અને તે પાણીમાં પડી ગયો હતો. કોનને બચાવવા માટે, કટોકટી મંત્રી યેવજેની ઝીનીચેવ પાણીમાં કૂદી પડ્યા હતા. કેમેરામેનનો જીવ તો બચી ગયો, પરંતુ મંત્રીએ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક સૂત્રએ રશિયન વેબસાઇટ આરબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, ઝીનીચેવનું કટોકટીની સ્થિતિ મંત્રાલય માટે તાલીમ વીડિયોના શૂટિંગ દરમિયાન મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, જ્યારે વર્ષ 2018માં વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા, ત્યારે તેમણે કટોકટી મંત્રાલયની જવાબદારી ઝીનીચેવને આપી હતી. તેમણે 1980ના દાયકાના અંત સુધી કેજીબી અધિકારી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)માં સેવા આપી હતી. રશિયાની ઘણી મોટી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
