For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સાથે મળીને કોવિડ-19ની વેક્સીન બનાવવા માંગે છે રશિયા

ભારત સાથે મળીને કોવિડ-19ની વેક્સીન બનાવવા માંગે છે રશિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સીનના ઉત્પાદન માટે રશિયા ભારત સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ કિરિલ દિમિત્રીએ કહ્યું કે રશિયા કોવિડ 19ની વેક્સીન સ્પટનિક વીના ઉત્પાદન માટે ભારત સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે. જણાવી દઈએ કે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને હાલમાં જ એલાન કર્યું હતું કે રશિયાએ દુનિયાની પહેલી કોરોના વેક્સીન તૈયાર કરી લીધી છે, જે ઘણી સફળ છે અને કોરોના વિરુદ્ધ કારગર અને બહુ ઉપયોગી અને સ્થિર ઈમ્યુનિટી પ્રદાન કરે છે.

કેટલાય દેશ ઈચ્છુક છે

કેટલાય દેશ ઈચ્છુક છે

રશિયામાં કોરોનાની વેક્સીન સ્પટનિક વીને ગૈમલિયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડમોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ આરડીઆઈએફ સાથે મળી તૈયાર કરી છે. જો કે વક્સીનના ત્રીજા તબક્કામાં હજી ક્લીનિકલ ટ્રાયલ કરાયું નથી. ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિમિત્રીએ કહ્યું કે લેટિન અમેરિકા, એશિયા અને મિડલ ઈસ્ટના કેટલાય દેશ આ વેક્સીનના ઉત્પાદનમાં ઈચ્છુક છે. વેક્સીનનું ઉત્પાદન ઘણું મહત્વનું છે. હાલ અમે ભારત સાથે પાર્ટનરશિપ પર વિચાર કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે ભારત ગેમિલિયા વેક્સીનના ઉત્પાદનમાં સક્ષમ છે. રશિયા આના ઉત્પાદન માટે આંતરરાષ્ટ્રીય સહયોગ ઈચ્છે છે.

કેટલાય દેશોમાં ક્લીનિકલ ટ્રાયલ થશે

કેટલાય દેશોમાં ક્લીનિકલ ટ્રાયલ થશે

દિમિત્રીએ કહ્યું કે અમે વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ માત્ર રશિયામા જ નહિ બલકે યૂએઈ, સાઉદી અરબ અને સંભવતઃ બ્રાઝિલ અને ભારતમાં પણ કરશું. અમે પાંચથી વધુ દેશોમાં આ વેક્સીનના ઉત્પાદન પર વિચાર કરી રહ્યા છીએ. એશિયા, લેટિન અમેરિકા, ઈટલી અને દુનિયાના અન્ય ભાગોમાં ઘણી વધુ માંગ છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખને પાર

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 લાખને પાર

જણાવી દઈએ કે 20 ઓગસ્ટ 2020ના રોજ ભારતમાં કોવિડ 19 સંક્રમણની કુલ સંખ્યા 28.37 લાખ થઈ ચૂકી છે, જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 6.86 છે. જ્યારે 21 લાખ લોકોને સંક્રમણ થયા બાદ આનાથી છૂટકારો પણ મળી ચૂક્યો છે. ઓગસ્ટની મોટાભાગની તારીખો પર ભારતમાં દરરરોજ નોબલ કોરોના વાયરસના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. પરંતુ કુલ સંક્રમણના મામલામાં આ હજી પણ અમેરિકા અે બ્રાઝીલથી ઘણું પાછળ છે. ભારત માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે આ બંને દેશોના મુકાબલે અહીં કોરોનાથી મોતનો આંકડો ઘણો ઘટ્યો છે અને આ બીમારીથી ખરાબ રીતે પ્રભાવિત થયેલ દેશોની સરખામણી પણ બહુ ઓછી છે.

બાંગ્લાદેશને કોરોના વેક્સિન આપશે ભારત, ચીન હજુ મંજુરીની રાહમાંબાંગ્લાદેશને કોરોના વેક્સિન આપશે ભારત, ચીન હજુ મંજુરીની રાહમાં

English summary
russia wants to do partnership with india in corona vaccine production
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X