For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારના બજેટના ભારે વખાણ કર્યા વિદેશી રેટિંગ સંસ્થાએ

|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 11 જુલાઇ: ભારતને નેગેટિવ રેટિંગવાળી દુનિયાની સૌથી મોટી રેટિંગ એજેન્સી સ્ટેંડર્ડ એન્ડ પુઅર્સ એટલે કે S& Pએ મોદી સરકારના બજેટને સાવધાની પૂર્વક બનાવવામાં આવેલું બજેટ ગણાવ્યું છે. એજન્સી અનુસાર આની ભારતના રેટિંગ પર કોઇ અસર નહીં પડે.

એજેન્સીની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર નાણાકીય મજબૂતીની દિશમાં કામ કરતી દેખાઇ રહી છે અને આ પ્રયત્ન દેશની રેટિંગ સાથે જોડાયેલ પાયાના માપદંડોને મજબૂત કરશે. બજેટમાં આર્થિક માળખાની નબળાઇઓ સાથે નિપટના સતર્ક પ્રયાસ દેખાઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેંડર્ડ એન્ડ પુઅર્સ, રેટિંગ આપનાર ત્રણ મુખ્ય એજન્સીઓમાંથી એકલી છે જેણે ભારતને નેગેટિવ આઉટલૂકની સાથે બીબીબી માઇનસ રેટિંગ આપેલી છે. તેણે નવી સરકારની તરફથી આર્થિક મજબૂતી માટે લેવાયેલા મહત્વના પગલા નહીં ભરવા પર રેટિંગ વધુ ઘટાડવાની ધમકી પણ આપી હતી. પરંતુ મોદી સરકારના બજેટમાં હકારાત્મક પાસા જોઇ તે આવતા વર્ષે ભારતની રેટિંગમાં સુધાર કરી શકે છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં મોદી સરકારે 2014-15 માટેનું રેલવે બજેટ અને સામાન્ય બજેટ પ્રસ્તુત કર્યું છે. મોદી સરકારના બંને બજેટને વિશ્લેષકો સ્થિર આને આયોજન પૂર્વકનું બજેટ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષના નેતાઓ તેમાંથી ખોટ કાઢી રહ્યા છે. વિરોધીઓનું કહેવું છે કે મોદી સરકારે ચૂંટણી પ્રચારમાં જે બણગા ફૂક્યા હતા તેમાંનું એક પણ વચન તેમણે બજેટમાં પાળ્યું નથી.

English summary
Standard & Poor's (S&P) Ratings Services has said that the commitment of the new government to maintaining the trend of fiscal consolidation would benefit the sovereign's credit fundamentals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X