
સબરીમાલા મંદિર જતી મહિલાઓને નહિ મળે કોઈ સુરક્ષા, કોર્ટનો ઑર્ડર લાવે તૃપ્તિ દેસાઈઃ કેરળ સરકાર
કેરળના સબરીમાલા મંદિરમાં બધી ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના પોતાના ચુકાદા પર પુનર્વિચાર અરજીઓને સુપ્રીમ કોર્ટની મોટી બેંચને મોકલી દીધી છે. આ સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો 2018વાળો ચુકાદો લાગુ રહેશે. એટલે કે મહિલાના મંદિર જવા પર પ્રતિબંધ નહિ લાગે. વળી, શનિવારે મંદિર ખુલવા દરમિયાન કેરળ સરકારે કહ્યુ છે કે મંદિરમાં પ્રવેશતી મહિલા કાર્યકર્તાઓ કોઈ સુરક્ષા આપવામાં નહિ આવે.

કાર્યકર્તાઓ કોઈ સુરક્ષા આપવામાં નહિ આવે.
કેરળ સરકારના એક મંત્રી કાડાકંપીલી સુરેન્દ્રને કહ્યુ કે સરકાર મહિલાઓને ગેટ તોડીને મંદિરમાં ઘૂસવા માટે પ્રોત્સાહિત નહિ કરે. મંત્રીએ કહ્યુ કે સરકાર કોઈ પણ પરિસ્થિતિમા શાંતિ ઈચ્છે છે. તેમણે કહ્યુ કે જો તૃપ્તિ દેસાઈને સુરક્ષા જોઈએ તો તે આના માટે કોર્ટનો આદેશ લઈને આવે. તૃપ્તિ દેસાઈ જેવી કાર્યકર્તાએ સબરીમાલાને શક્તિ પ્રદર્શનનુ સ્થળ ન બનાવવુ જોઈએ.
|
મહિલા કાર્યકર્તાઓને કોઈ સુરક્ષા નહિ આપવામાં આવેઃ કેરળ સરકાર
તમને જણાવી દઈએ કે સબરીમાલા મંદિર કેસમાં દાખલ કરાયેલ પુનર્વિચાર અરજીઓને 14 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે મોટી બેન્ચને સોંપી દીધી હતી. સબરીમાલા કેસમાં દેશની સર્વોચ્ચ અદાલતે 28 સપ્ટેમ્બર 2018ના રોજ 4 1ના બહુમતથી મંદિરમાં મહિલાઓ પ્રવેશને મંજૂરી આપી હતી. અદાલતના આ ચુકાદા પર 56 પુનર્વિચાર સહિત 65 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

16 નવેમ્બરે દર્શન કરવા જશે
ત્યારબાદ મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તિ દેસાઈએ કહ્યુ હતુ કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટની સાત જજોની પીઠ પોતાનો ચુકાદો ન સંભળાવે ત્યાં સુધી મહિલાઓને સબરીમાલા મંદિરમાં જવાથી રોકવા જોઈએ નહિ. તેમણે કહ્યુ હતુ કે મંદિર જ્યારે પૂજા માટે ખુલશે તો ત્યાં જવા માટે પ્રતિબંધ ન હોવો જોઈએ. સાથે જ તેમણે કહ્યુ હતુ કે તે 16 નવેમ્બરે દર્શન કરવા જશે.