‘સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયન

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર કેરલના સીએમ પિનારાઈ વિજયને પોતાની પ્રતિક્રિયા આપી છે.

કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેસ બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ હિંસક પ્રદર્શન થયા જેમાં એક ભાજપ કાર્યકર્તાનું મોત થઈ ગયુ હતા. વળી, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર કેરલના સીએમ પિનારાઈ વિજયને પોતાની પ્રતિક્રિયા આપી છે.

CM Pinarayi Vijayan

સીએમ પિનારાઈ વિજયને કહ્યુ છે કે મહિલાઓને સુરક્ષા આપવી સરકારની જવાબદારી છે. સરકારે આ જવાબદારી નિભાવી છે. તેમણે આરએસએસ પર હુમલો કર્યો અને કહ્યુ કે સંઘ પરિવાર સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે આ હિંસામાં રાજ્ય પરિવહનની 79 બસોને નુકશાન પહોંચાડવામાં આવ્યુ, 39 પોલિસકર્મીઓ પર હુમલા કરવામાં આવ્યા જ્યારે 7 પોલિસ વાહન પણ ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે. મીડિયાકર્મીઓ પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આજે પણ સબરીમાલા કર્મા સમિતિ અને ભાજપના કાર્યકર્તા સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાલે બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા જે બાદ મંદિરને પૂજારીઓ દ્વારા બંધ કરીને શુદ્ધિકરણ કરવામાં આવ્યુ હતુ. સબરીમાલા મુદ્દે કેરલ સરકારના વલણનું ભાજપ સતત વિરોધ કરી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X