
ભીડે ધમકાવવા-ગાળો આપવા છતાં અડગ રહી મહિલા પત્રકાર, ન માની હાર
સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ કર્યા બાદ કેરળમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા અને હિંસક ઘટનાઓ પણ થતી રહે છે. આ હિંસામાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી. પ્રદર્શન કરનારાઓએ ઘણા વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દીધા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી મીડિયાકર્મીઓ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. તેમને ધમકાવવામાં આવ્યા હતા શાજિલા તેમાંની એક હતી. પરંતુ શાજિલા એ ધમકીઓથી ડરી નહિ, તેમની આંખમાંથી આંસુ નીકળતા રહ્યા પરંતુ તે પોતાનું કામ કરતી રહી.

આંખોમાં આંસુ અને હાથમાં કેમેરો પકડી રહી મહિલા પત્રકાર
મહિલા પત્રકાર આંખોમાં આંસુ અને હાથમાં કેમેરો પકડી રહી અને ઘટનાને કવર કરતી રહી. શાજિલાનો આ ફોટો માતૃભૂમિ વર્તમાનપત્રમાં છપાયો હતો, જેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. કેરળના કેરાલી ટીવી તરફથી શાજિલા વિરોધ પ્રદર્શન કવર કરવા માટે તિરુવનંતપુરમ ગઈ હતી.

શાજિલાને ધમકી આપવામાં આવી અને કેમેરો તોડવાની કોશિશ પણ થઈ
શાજિલાએ કહ્યુ, ‘હું હેરાન હતી, જ્યારે કોઈએ પાછળથી મારી પીઠ પર લાત મારી, આ મારા કેરિયરનો સૌથી ખરાબ અનુભવ હતો.' શાજિલાને પ્રદર્શનકારીઓએ ધમકાવી, ગાળો આપી અને તેમનો કેમેરો તોડવાની પણ કોશિશ કરી. શાજિલાએ કહ્યુ, ‘હું પીડાથી પરેશાન હતી પરંતુ પોતાનું કામ કરતી રહી.' શાજિલા જ્યારે વીડિયો કેમેરાથી વિરોધ પ્રદર્શન શૂટ કરી રહી હતી ત્યારે પણ તેમના પર હુમલો કરવામાં આવ્યો અને ધમકાવવામાં આવી.

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ બાદ વિરોધ પ્રદર્શન
તમને જણાવી દઈએ કે આ હિંસા માટે સીએમ વિજયને આરએસએસને જવાબદાર ગણાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે સંઘ પરિવાર સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છતો હતો. આ હિંસામાં એક ભાજપ કાર્યકર્તાનું મોત થઈ ગયુ. ઘણા હિંદુ સંગઠનો અને ભાજપે સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ 60 સેકન્ડની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે શું-શું કહ્યુ?