For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sachin Pilot Fast: અશોક ગહેલોત સરકાર સામે સચિન પાયલટ આજે કરશે ભૂખ હડતાળ, જાણો અપડેટ

|
Google Oneindia Gujarati News

Sachin Pilot Fast: રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી આપવામાં આવેલી ચેતવણી છતાં સચિન પાયલટ આજે ભૂખ હડતાળ પર બેસવાના છે. તે પોતાની જ પાર્ટીની આગેવાનીવાળી સરકાર સામે ભૂખ હડતાળ કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે સચિન પાયલટ આજથી હડતાળ કરશે.

રવિવારે સચિન પાયલટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન સામે આવેલા ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્ય સરકાર પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. આના વિરોધમાં સચિન પાયલટ આજે એક દિવસ માટે ભૂખ હડતાળ પર બેસશે.

Sachin Pilot

સોમવારે રાત્રે કોંગ્રેસ પક્ષ દ્વારા સચિન પાયલટને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમને પોતાના જ પક્ષ સામે હડતાળ પર ન બેસવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે સચિન પાયલટ આવતીકાલે પાર્ટીના હિત વિરુદ્ધ ભૂખ હડતાળ પર જઈ રહ્યા છે, તે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ છે.

ભારત 2028 સુધીમાં બનશે ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા, 2047માં હશે 30 ટ્રિલિયન ડૉલર પારઃ પીયુષ ગોયલભારત 2028 સુધીમાં બનશે ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા, 2047માં હશે 30 ટ્રિલિયન ડૉલર પારઃ પીયુષ ગોયલ

જો આપણી પોતાની સરકારમાં કોઈ સમસ્યા હોય તો તેની ચર્ચા મીડિયા અને જનતા વચ્ચે નહીં પણ પાર્ટીના ફોરમમાં થઈ શકે છે. હું રાજસ્થાન કોંગ્રેસનો પ્રભારી છુ પરંતુ સચિન પાયલટે ક્યારેય મારી સાથે આ અંગે ચર્ચા કરી નથી. હું તેમના સંપર્કમાં છું અને તેમને અપીલ કરુ છુ કે ચર્ચા દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરો, તેઓ પાર્ટીનો મહત્વપૂર્ણ ભાગ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જે રીતે રાહુલ ગાંધી અદાણી સામે સતત હુમલાખોર છે, તે જ રીતે સચિન પાયલટ આ મુદ્દે હડતાળ પર બેસવા જઈ રહ્યા છે, તે પૂર્વ વસુંધરા રાજે સરકાર સામે મોરચો ખોલવા માંગે છે. એવુ માનવામાં આવે છે કે સચિન પાયલટ મૌન ઉપવાસ પર રહેશે અને આ દરમિયાન તેઓ સરકાર વિરુદ્ધ કંઈ બોલશે નહીં.

Jaya Bachchan Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે જયા બચ્ચન, કેશ, જમીન, જ્વેલરી..., કિંમત જાણીને ઉડી જશે હોશJaya Bachchan Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે જયા બચ્ચન, કેશ, જમીન, જ્વેલરી..., કિંમત જાણીને ઉડી જશે હોશ

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યુ કે ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જે હાલમાં કેન્દ્રીય મંત્રી છે. શેખાવતે અશોક ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે એવું લાગે છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બે જૂથોમાં વહેંચાયેલી છે. રાજ્યમાં વિકાસ નથી, સરકાર કામ કરતી નથી, લોકો પરેશાન છે. મને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં લોકો તેમને પાઠ ભણાવશે.

'ભાડમાં જાય રણબીર, એની શુ ઔકાત', એક્ટરની 'બેડ ટેસ્ટ' કમેન્ટ પર અકળાઈ ઉર્ફી જાવેદ'ભાડમાં જાય રણબીર, એની શુ ઔકાત', એક્ટરની 'બેડ ટેસ્ટ' કમેન્ટ પર અકળાઈ ઉર્ફી જાવેદ

સૂત્રોનુ માનીએ તો પાયલટ અને રંધાવાએ એકબીજા સાથે ફોન પર વાત કરી છે. પરંતુ આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે તેમને હડતાળ પર ન બેસવા માટે કહ્યુ ન હતુ. સચિન પાયલટે કહ્યુ કે મારી હડતાળ અન્ય કોઈની નહીં પણ વસુંધરા રાજેના શાસન વિરુદ્ધ છે.

સચિન પાયલટના સમર્થનમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી કાર્યકર્તાઓ શહીદ સ્મારક પર પહોંચી રહ્યા છે. જોકે આ હડતાળમાં કોઈ ધારાસભ્ય કે મંત્રી પહોંચે તેવી આશા નથી.

English summary
Sachin Pilot fast against Ashok Gehlot government in Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X