For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની બાયોગ્રાફી: બિન્દાસ જીવનથી લઇ સાધ્વી સુધી

|
Google Oneindia Gujarati News

8 સ્પટેમ્બર 2006ના રોજ ટેક્સટાઇલ સીટી માલેગાંવમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ મામલાની આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને રાષ્ટ્રીય તપાસ આયોગે (NIA) ક્લીન ચીટ આપી છે. એનઆઇએ એ શુક્રવારે મુંબઇની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરીને સાધ્વીનું નામ આ આરોપમાંથી નીકાળવાની અરજી કરી છે. તે જોતા બહુ જલ્દી સાધ્વી જેલમાંથી બહાર આવી શકે તેમ છે. પ્રાપ્ત જાણકારી મુજબ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે માલેગાંવ બ્લાસ્ટની તપાસ કરી રહેલા એટીએસના પૂર્વ ચીફ હેમંત કરકરે (26/11 હુમલામાં શહીદ થયા)ની તપાાસમાં અનેક ખામીઓ હતી.

એટલું જ નહીં ચાર્જશીટમાં તેમા પણ કહેવામાં આવ્યું છે કે કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય મુખ્ય આરોપીઓએ જે પુરાવા આવ્યા છે તે ઉપજાવ છે અને સાક્ષીઓ પર પણ દબાવ નાંખીને નિવેદન લેવામાં આવ્યા છે. ત્યારે કોઇ છે સાધ્વી પ્રજ્ઞા કેવી રીતે તેમનું નામ આ બ્લાસ્ટમાં આવ્યું અને શું છે તેમની બાયોગ્રાફી તે વિષે વધુ જાણો અહીં..

જન્મ

જન્મ

સાધ્વ પ્રજ્ઞા સિંહ ઠાકુરનો જન્મ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના કછવાહા ગામમાં થયો હતો. પ્રજ્ઞાના પિતાનું નામ ચંદ્રપાલ સિંહ હતું અને તે આર્યુવેદિક ડોક્ટર હતા. અને તે અહીં પોતાનું ક્લિનિક ચલાવતા હતા.

નાનપણ

નાનપણ

પ્રજ્ઞા નાનપણથી જ ખૂબ જ તેજવાન હતી. તેના પિતા ચંદ્રપાલ સિંહ પોતે રાષ્ટ્રિય સ્વયં સેવક સંધ સાથે જોડાયેલા હતા માટે પ્રજ્ઞાને નાનપણથી જ હિંદુવાદી શિક્ષા લીધી હતી.

પ્રજ્ઞાના ભાષણ

પ્રજ્ઞાના ભાષણ

પ્રજ્ઞા સિંહ ઠાકુર તેના કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઇ હતી. તે એક ઉત્કૃષ્ટ વક્તા હતી. અને તેની ભાષણની કલા જોઇને તેને પરિષદની સક્રિય કાર્યકર્તાના રૂપમાં લોકો જોવા લાગ્યા. જ્યારે પણ તે ભીડને સંબોધતી લોકોને રુંવાટા ઊભા થઇ જતા.

શરૂવાતી સમય

શરૂવાતી સમય

શરૂઆતના સમયમાં સાધ્વી પ્રજ્ઞાના ભાષણોની અસર ભોપાલ, દેવાસ, જબલપુર અને ઇન્દૌરમાં મોટા પ્રમાણમાં પડ્યો.

બિન્દાસ છોકરી

બિન્દાસ છોકરી

પ્રજ્ઞાની ઓળખ જ્યારે રાષ્ટ્રીય સ્તર પર થઇ ત્યારે તેમને ભરપૂર રાજનૈતિક માઇલેજ મળવા લાગ્યું. પણ ત્યારે જ અચાનક તેણે પરિષદ છોડી સાધ્વી રૂપ ધારણ કરી લીધું. અને સાધુ બની ગઇ.

સાધુ જીવન

સાધુ જીવન

પોતાના સાધ્વી જીવન દરમિયાન તે અનેક સંતો અને સાધુઓના સંપર્કમાં આવી અને તેણે ફરી પ્રવચન આપવાનું શરૂ કર્યું. તેમણે ધીરે ધીરે મધ્યપ્રદેશ છોડી સૂરતને પોતાની કાર્યસ્થળ બનાવી લીધું.

સુરતમાં આશ્રમ

સુરતમાં આશ્રમ

સાધ્વીની આર્થિક સ્થિત જેમ જેમ મજબૂત થતી ગઇ તેમ તેમણે સુરતમાં પોતાનો આશ્રમ બનાવ્યો. પ્રજ્ઞાએ તેના પરિવારજનોને પણ આશ્રમમાં રહેવા માટે બોલાવી લીધા.

સુનીલ જોષી

સુનીલ જોષી

પ્રજ્ઞા હવે ગામ ગામ જઇને હિંદુત્વનો પ્રચાર કરવા લાગી. તેને સાંભળવા હંમેશા મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા. ચૂંટણીમાં પણ તે ભાજપની સ્ટાર પ્રચારક બની. તે દરમિયાન સાધ્વીના ભાષણોથી પ્રભાવિત થઇે બીજેપીના એમએલએ સુનિલ જોષી તેને પોતાનું મન આપી બેઠા.

લગ્નનો પ્રસ્તાવ

લગ્નનો પ્રસ્તાવ

સુનીલ જોષીએ સાધ્વ પ્રજ્ઞાને લગ્ન માટે પ્રપોઝ પણ કરી હતી પણ સાધ્વીએ તે પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. અને કહ્યું હતું કે તે હવે દેશની સેવા કરવા ઇચ્છે છે. નોંધનીય છે કે માલેગાંવ બ્લાસ્ટમાં જ્યારે સાધ્વી પ્રજ્ઞાને પકડવામાં આવ્યા હતા ત્યારે સુનીલ જોષીએ આખા ભારતમાં આ અંગે વિરોધ પ્રદર્શન કરવાનું મન બનાવ્યું હતું પણ ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમને આવું કરવા નહતું દીધું.

2008માં ધરપકડ

2008માં ધરપકડ

પ્રજ્ઞા ઠાકુરને 23 ઓક્ટોબર 2008માં પકડવામાં આવી. તેમના પર માલેગાંવ બ્લાસ્ટ અને સુનીલ જોષીની હત્યાનો પણ આરોપ લાગ્યો હતો. જાણકારોનું માનવું હતું કે પ્રજ્ઞાએ સુનિલની હત્યા એટલા માટે કરી હતી કે તેમને ડર હતો કે તે માલેગાંવનો રાજ ખોલી ના દે. NIAની તપાસમાં પણ તે જ બહાર આવ્યું છે કે પ્રજ્ઞા પ્રત્યે સુનિલના આકર્ષણના કારણે જ તેમની હત્યા થઇ હતી.

પ્રજ્ઞાને બ્રેસ્ટ કેન્સર

પ્રજ્ઞાને બ્રેસ્ટ કેન્સર

જેલમાં જ પ્રજ્ઞા ઠાકુરને બ્રેસ્ટ કેન્સર થઇ ગયું. જેની સારવાર તે હાલ ભોપાલ ખાતે લઇ રહી છે. આ માટે તેમને જમાનત આપવાનું પણ આવેદન આપવામાં આવ્યું હતું. પણ કોર્ટે તેને નામંજૂર કર્યું હતું.

English summary
Sadhvi Pragya thakur biography in gujarati malegaon blast story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X