
સાધ્વી પ્રજ્ઞાને આદેશ, અઠવાડિયામાં એક દિવસ હાજર થવું પડશે
સ્પેશ્યલ એનઆઈએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ આરોપી અને ભોપાલ સંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને અઠવાડિયામાં એક દિવસ હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. આ પહેલા પ્રજ્ઞા સિંહ ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત અને સુધાકર ચતુર્વેદીને અદાલતમાં હાજર થવાથી રાહત મળી હતી. ત્રણે લોકોએ અરજીમાં અંગત પરેશાનીઓ જણાવીને રાહત માંગી હતી, જેને તે સમયે અદાલત ઘ્વારા મંજુર કરવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલથી લોકસભા ઉમેદવાર બનાવી હતી અને તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને હરાવીને ભોપાલ સીટથી જીત્યા પણ છે. ચૂંટણી દરમિયાન પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો, તેને કારણે ઘણો વિવાદ થયો હતો ત્યારપછી પ્રજ્ઞા સિંહ ઠાકુરે માફી પણ માંગી હતી.
Special NIA court directs BJP MP-elect Pragya Singh Thakur to appear before court at least once a week. (file pic) pic.twitter.com/muqHCguYnJ
— ANI (@ANI) June 3, 2019
અગાઉ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ત્યારે વિવાદોમાં ઘેરાઈ હતી જ્યારે તેણે મહારાષ્ટ્ર એટીએસના પૂર્વ ચીફ અને 26/11ના આતંકી હુમલામાં શહીદ થનાર હેમંત કરકરને લઈ નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત બાબરી મસ્જિદ પર આપેલ નિવેદનને લઈને પણ ચૂંટણી પંચે તેને નોટિસ પાઠવી છે. માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી પ્રજ્ઞા ઠાકુરે સતત કહેતી રહી છે કે બોમ્બ બ્લાસ્ટમાં હું સામેલ નહોતી, તેને ષડયંત્રના ભાગરૂપે પકડવામાં આવી હતી.
આ પણ વાંચો: સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું