For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી પહેલાં માફી માંગે, પછી કુંભમાં ભાગ લે: સંત સમાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-gujarat-cm
અલ્હાબાદ, 4 જાન્યુઆરી: કુંભનગરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને વિવાદ ઉભો થયો છે. મહાકુંભમાં સંતોના યોજાનાર સંમેલનમાં નરેન્દ્ર મોદીની આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે આવા સમયે સંતોનું એક જુથ નરેન્દ્ર મોદીના આ સંમેલનમાં સામેલ થવાના વિરોધમાં છે. જ્યારે બીજા વિભાગમાં સંગમમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ઉત્ષુક છે.

જે સંત સમાજ આનો વિરોધ કરી રહ્યો છે તેમની દલીલ છે કે મહાકુંભમાં ધર્મ માટે છે ના કે રાજકારણ માટે. ધર્મ અને રાજકારણે એકબીજાથી દૂર રહેવું જોઇએ. સંત સમાજના સભ્ય સ્વામી અધોક્ષજાનંદે કહ્યું હતું કે કુંભ ધાર્મિક પર્વ છે આ ધાર્મિક કાર્યમાં રાજકારણનો સમાવેશ કરવો જોઇએ નહી. તેમની દલીલ છે કે લોકો કુંભમાં ધર્મ માટે આવે છે. એવામાં રાજકારણ થવું ન જોઇએ. તેમને તો ત્યાં સુધી કહી દિધું હતું કે જે લોકો નરેન્દ્ર મોદીને આ સંમેલનમાં બોલાવવા માંગે છે તે નકલી સંત છે.

તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને કુંભ મેળામાં આવતાં પહેલાં ગુજરાત નરસંહાર માટે માફી માંગવી જોઇએ. તે જ્યાં સુધી તે દંડ ભોગવશે નહી ત્યાં સુધી તેમનું ધર્મ મંડપમાં ભાગ કોઇ સ્વાગત કરવામાં આવશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે 7 ફેબ્રુઆરીના રોજ કુંભસ્થળ પર સંત સમાજનું એક વિશાળ સંમેલન યોજાવવાનું છે જેમાં ભાજપના કેટલાક દિગ્ગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી આ સંમેલનમાં ભાગ લઇ શકે છે.

English summary
Saint has given condition for Narendra Modi to come Kumbh. They demand that First he should say sorry to all Indians.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X