For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈડીએ ત્રીજી વાર કરી અહેમદ પટેલની પૂછપરછ, વિપક્ષને દબાવવાની કોશિશઃ સલમાન ખુર્શીદ

પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કોંગ્રેસે સાંસદ અહેમદ પટેલની ઈડીની પૂછપરછને બદલાની રાજનીતિથી પ્રેરિત કહી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે કોંગ્રેસે સાંસદ અહેમદ પટેલની ઈડીની પૂછપરછને બદલાની રાજનીતિથી પ્રેરિત કહી છે. સીનિયર કોંગ્રેસ નેતા ખુર્શીદે કહ્યુ કે અહેમદ પટેલ સાથે જે કરવામાં આવી રહ્યુ છે કે તે વિપક્ષના નેતાઓને પરેશાન કરવા અને તેમનો અવાજ દબાવવાની કોશિશ સિવાય કંઈ નથી. તેમણે કહ્યુ કે સરકાર વિપક્ષનના કોઈ પણ નેતાને ઉભા નથી થવા દેતા ઈચ્છતી.

salman Khrshid

સલમાન ખુર્શીદે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધીને કહ્યુ, મને એ કહેતા દુખ થઈ રહ્યુ છે કે સરકાર વિપક્ષના મુખ્ય ચહેરાઓને જાણીજોઈને નિશાન બનાવી રહ્યા છે જેથી બાકી લોકોને એ મેસેજ આપી શકાય કે સરકાર સામે બોલવા પર શું થઈ શકે છે. તેમણે કહ્યુ કે અહેમદ પટેલ લાંબા સમય સુધી દેશની સરકારનો હિસ્સો રહ્યા છે. આજે તેમને હેરાન કરવા માટે જે રીતે બહાના શોધી રહ્યા છે તે દર્શાવે છે કે આ સરકાર કેટલી ખોખલી છે.

ઈડી સાંડેસરા બ્રધર્સ બેંક છેતરપિંડી અને મની લૉન્ડ્રીંગ કેસ તપાસ માટે એક સપ્તાહમાં ત્રણ વાર અહેમદ પટેલની પૂછપરછ કરી ચૂકી છે. અહેમદ પટેલની ગુરુવારે પૂછપરછ કરવા ગયેલી ઈડીની ટીમે તેમની 10 કલાક સુધી લાંબી પૂછપરછ કરી. પૂછપરછ ખતમ થયા બાદ અહેમદ પટેલે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે ઈડીએ તેમને 128 સવાલ પૂછ્યા. આ બધુ રાજકીય બદલાના કારણે કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે હું એ નથી જાણતો કે છેવટે કોના દબાણમાં આ લોકો કામ કરી રહ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે ચીન સાથે તણાવ વિશે સરકારને નિશાને લીધુ. તેમણે કહ્યુ કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત પોતાના કાર્યો વિશે કોંગ્રેસને વિશ્વાસમાં લેવા જોઈએ. પાર્ટી બહુમૂલ્ય સૂચન આપી શકે છે. પાર્ટીને કઠપૂતળીની જેમ ન માની શકાય અને તેના પર વિચારવિમર્શ થવો જોઈએ.

કોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દીકોરોના વાયરસના કેસોમાં રેકોર્ડ વધારો, 24 કલાકમાં સામે આવ્યા 22771 નવા દર્દી

English summary
Salman Khurshid slammed Centre govt for ed questioning Ahmed Patel third time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X