For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનુ 82 વર્ષની વયે નિધન, ઘણા સમયથી હતા બિમાર

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનુ 82 વર્ષની વયે નિધન, ઘણા સમયથી હતા બિમાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સપા પાર્ટી તરફથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમને છેલ્લા ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરના રોજ તેમને યુરિનરી ઈન્ફેક્શન, બીપી અને શ્વાસ લેવામાં તકલીફને કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની હાલત નાજુક હતી.

mulayam singh

ઉલ્લેખનીય છે કે રવિવારે મુલાયમ સિંહની તબિયત વધુ બગડી હતી ત્યારબાદ તેમનુ ડાયાલિસિસ પણ કરવામાં આવ્યુ હતુ. મુલાયમની કિડનીએ કામ કરતી બંધ થઈ ગઈ હતી અને તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહોતા. આખરે આજે તેમણે દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધી. મુલાયમ સિંહના નિધનના સમાચાર તેમના પુત્ર અને સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરીને આપ્યા છે. તેમણે લખ્યુ છે કે 'મારા આદરણીય પિતા અને સહુના નેતા હવે રહ્યા નથી'. મુલાયમ સિંહના નિધનથી સમગ્ર સપા પરિવારમાં શોકની લહેર છે.

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

મુલાયમ સિંહ યાદવના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમની સાથેના ઘણા ફોટા શેર કર્યા છે અને તેમને એક અનોખા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યુ છે કે, 'મુલાયમ સિંહ એક અનોખા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ અને જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેઓ લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હતા. તેમણે તેમનુ આખુ જીવન લોકનાયક જેપી અને ડૉ. લોહિયાના આદર્શોને લોકપ્રિય બનાવવામાં સમર્પિત કર્યુ.'

તેમણે વધુમાં લખ્યુ છે કે, 'મુલાયમ સિંહ યાદવજીએ યુપી અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. કટોકટી દરમિયાન તેમણે લોકશાહીને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર એક સંરક્ષણ પ્રધાન તરીકે જ નહિ તેમણે ભારતને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતુ. તેઓ વ્યવહારુ પણ હતા અને તેઓ જાણતા હતા કે ગ્રાઉન્ડ લેવલ પર કેવી રીતે કામ કરવું.' તમને જણાવી દઈએ કે જ્યારે મુલાયમ સિંહ યાદવને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવને ફોન કર્યો હતો અને તેમણે નેતાજીની તબિયત વિશે ખબર અંતર પૂછ્યા હતા અને તેમને દરેક શક્ય મદદનુ આશ્વાસન પણ આપ્યુ હતુ.

English summary
Samajwadi Party. Samajwadi Party supremo Mulayam Singh Yadav passes away at 82 in the Medanta Hospital in Gurugram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X