For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર: BJP-NCP સરકાર પર ભડક્યા સંજય રાઉત, ‘અજીત પવારે અંધારામાં લૂંટ કરી'

ફડણવીસે સીએમ પદના શપથ લીધા તે બાદ એવા સમાચાર આવવા લાગ્યા છે કે અજીત પવારે પાર્ટી લાઈનથી અલગ જઈને આ નિર્ણય લીધો છે. આના પર શિવસેના નેતા સંજય રાઉત તરફથી નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં મોટા રાજકીય ઉલટફેર વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને એનસીપીના અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. વળી, રાતોરાત થયેલા આ ઉલટફેર વચ્ચે એનસીપીના ઘણા નેતા ચોંકી ગયા છે કારણકે કાલે રાત સુધી શરદ પવાર અને શિવસેના-કોંગ્રેસ વચ્ચે વાતચીત થઈ રહી હતી. આ મોટા રાજકીય ઘટનાક્રમ બાદ શિવસેના પણ ચોંકી ગઈ છે. જે રીતે સવારે ફડણવીસે સીએમ પદના શપથ લીધા તે બાદ એવા સમાચાર આવવા લાગ્યા છે કે અજીત પવારે પાર્ટી લાઈનથી અલગ જઈને આ નિર્ણય લીધો છે. આના પર શિવસેના નેતા સંજય રાઉત તરફથી નિવેદન આવ્યુ છે.

સંજય રાઉતે સાધ્યુ અજીત પવાર પર નિશાન

સંજય રાઉતે સાધ્યુ અજીત પવાર પર નિશાન

મહારાષ્ટ્રના બદલાયેલા રાજકીય સમીકરણ પર શિવસેના તરફથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે શરદ પવારને આની સાથે કોઈ લેવાદેવા નથી. અજીત પવારે તેમને છેતર્યા છે. સંજય રાઉતે કહ્યુ કે કાલે 9 વાગ્યા સુધી આ અજીત પવાર અમારી સાથે બેઠા હતા, પછી અચાનક ગાયબ થઈ ગયા. તે નજરથી નજર મિલાવીને વાત નહોતા કરી રહ્યા. જે વ્યક્તિ પાપ કરવા જાય છે તેની નજર ઝૂકી જ જાય છે. તે ઝૂકેલી નજરોથી જ વાત કરી રહ્યા હતા.

રાજ્યપાલ પણ આ ષડયંત્રમાં શામેલઃ રાઉત

સંજય રાઉતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સંપર્કમાં છે અને તે આજે પણ મળશે, તે એકસાથે મીડિયાને પણ સંબોધિત કરી શકે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અજીત પવાર અને તેમનુ સમર્થન કરનારા ધારાસભ્યોએ છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાષ્ટ્રનુ અપમાન કર્યુ છે. સંજય રાઉતે કહ્યુ કે અજીત પવારને ઈડીની તપાસનો ડર છે અને આ ષડયંત્રમાં રાજ્યપાલ પણ શામેલ છે. શિવસેના નેતાએ કહ્યુ કે રાજભવનની શક્તિઓનો દૂરુપયોગ થયો છે. રાઉતે કહ્યુ કે ભાજપ અને ફડણવીસ સત્તા માટે કંઈ પણ કરી શકે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર પર બોલ્યા શરદ પવાર, ‘આ અજીત પવારનો અંગત નિર્ણય છે, NCP તૂટી ગઈ'આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સરકાર પર બોલ્યા શરદ પવાર, ‘આ અજીત પવારનો અંગત નિર્ણય છે, NCP તૂટી ગઈ'

સીએમ ફડણવીસે લીધા શપથ

શપથ લીધા બાદ સીએમ ફડણવીસે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાને એક ખિચડી નહિ પરંતુ એક સ્થાયી સરકાર જોઈતી હતી. તેમણે કહ્યુ કે જનતાએ પાર્ટીને એક સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો પરંતુ સાથી શિવસેનાએ બીજીપાર્ટીઓ સાથે ગઠબંધન કરવાની કોશિશ કરી. ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યુ. શરદ પવારના ભત્રીજા અજીત પવાર રાજ્યના ઉપ મુખ્યમંત્રી બની ગયા છે.

English summary
Sanjay Raut says Sharad Pawar has nothing to do with this, Ajit Pawar back stabbed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X