For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે લૉન્ચ થશે સંસદ ટીવી, એન્કર અને હોસ્ટના અવતારમાં દેખાશે આ દિગ્ગજ નેતા

આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસના પ્રસંગે આજથી સંસદ ટીવીની શરૂઆત થવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસના પ્રસંગે આજથી સંસદ ટીવીની શરૂઆત થવા જઈ રહી છે. આજથી શરૂ થતી આ ચેનલમાં દિગ્ગજ નેતા હવે નવા અવતારમાં જોવા મળશે. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ કરન સિંહ અને નીતિ આયોગના સીઈઓ ટીવી પર ખાસ શો હોસ્ટ કરતા દેખાશે. સંસદ ચેનલની શરૂઆત સાથે જ રાજ્યસભા અને લોકસભા ટીવીને આમાં મિલાવી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે સંસદ ચેનલને લૉન્ચ કરવાનુ એલાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 1 માર્ચે કર્યુ હતુ.

sansad

સંસદ ટીવીને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા આજે લૉન્ચ કરશે. આ ચેનલ પર ધર્મ, અર્થવ્યવસ્થા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, સરકારની નીતિઓ સાથે જોડાયેલા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. ચેનલ પર લોકસભા સાંસદ શશિ થરુર જાણીતી હસ્તીઓના ઈન્ટરવ્યુ લેશે. જ્યારે કરન સિંહ આંતરધાર્મિક શો હોસ્ટ કરશે. અમિતાભ કાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત શોને હોસ્ટ કરશે. મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલ અર્થવ્યવસ્થા પર શો કરશે.

આરોગ્ય પર આધારિત શોના મેદાંતા સાથે સંયુક્ત રીતે પ્રસારિત કરવામાં આવશે. વરિષ્ઠ વકીલ હેમંત બત્રા પણ પબ્લિક પૉલિસી પર આયોજિત કાર્યક્રમનો હોસ્ટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર લગભગ 15 ફ્લેગશિપ કાર્યક્રમ પ્રસારણ માટે તૈયાર છે જેને જાણીતા ચહેરાઓ હોસ્ટ કરશે. સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે સંસદ ટીવી ચાર કેટેગરીના કાર્યક્રમ પ્રસારિત કરશે. જેમાં સંસદના કામકાજ, બંધારણીય સંસ્થાઓ, સરકાર દ્વારા નીતિઓનુ પાલન, ઈતિહાસ અને સંસ્કૃતિ વગેરે હશે.

English summary
Sansad TV launch today on 15 september, top leaders will be host and anchor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X