સચિન તેંડુલકરની પુત્રીએ કર્યો સર્વે, કહ્યું મોદી જ બનશે વડાપ્રધાન

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 1 ફેબ્રુઆરી: ક્રિકેટની દુનિયામાં ભગવાનનો દરજ્જો ધરાવનાર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસક બની ગઇ છે. સારા તેંડુલકરે ટ્વિટ કરીને એમ કહ્યું છે કે નરેન્દ્ર મોદી જ દેશના આગામી વડાપ્રધાન હશે. જો કે 25 જાન્યુઆરીએ સારાએ પોતાના ટ્વિટર પેજ પર એક સર્વે કર્યો અને લોકોને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાંથી કોઇ એકના પક્ષમાં ટ્વિટ કરવાનું કહ્યું.

26 જાન્યુઆરી સુધી આવેલી પ્રતિક્રિયા બાદ સારાએ ટ્વિટ કર્યું કે નરેન્દ્ર મોદી જ ભારતના આગામી વડાપ્રધાન હશે. તે પોતે પણ નરેન્દ્ર મોદીની પ્રશંસક છે. ભાજપના કાર્યકર્તા તેના એ ટ્વિટ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા પછી નરેન્દ્ર મોદીના પ્રશંસકોની સંખ્યા વધતી જાય છે, ખાસ કરીને યુવાનોમાં નરેન્દ્ર મોદીનો વધુ ક્રેજ જોવા મળી રહ્યો છે.

narendra-sara

નરેન્દ્ર મોદીની રેલીઓમાં લાખોની સંખ્યામાં કાર્યકર્તા આવી રહ્યાં છે. તેમને મળી રહેલા જનસમર્થનના આધારે કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ભારતના આગામી વડાપ્રધાન બની શકે છે. યુવાનોને આકર્ષવા માટે નરેન્દ્ર મોદીએ ખાસ સોશિયલ મીડિયા ટીમનું નિર્માણ કર્યું છે, તેમની દેખાદેખી કરતાં અન્ય પાર્ટીઓના નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર પોતાના પેજ બનાવ્યા અને પ્રચાર કર્યો પરંતુ આ દોડમાં નરેન્દ્ર મોદી સૌથી આગળ છે.

English summary
Daughter of Sachin Tendulkar, Sara becomes the fan of BJP's prime ministereal candidate Narendra Modi and expressed his hope that he will be the next PM of India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.