સચિનની દીકરીએ કર્યુ ટ્વિટ, 'મોદી જ બનશે વડાપ્રધાન'

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 30 જાન્યુઆરી: શું આપે સારા તેંડુલકરનું નામ સાંભળ્યું છે? જો ના તો જાણી લો કે સારા તેંડુલકર રાજ્યસભા સાંસદ અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દીકરી છે.

સારાનું નામ જાણવું એટલા માટે જરૂરી બની ગયું છે કારણ કે તે પણ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસકોમાં સામેલ થઇ ગઇ છે. સારાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં એવી આશા સેવી છે કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બની શકે છે.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>So as per the survey last night I must say <a href="https://twitter.com/narendramodi">@narendramodi</a> has got a huge fan base and he is going to be our future prime minister!</p>— Sara Tendulkar (@Imsara_st) <a href="https://twitter.com/Imsara_st/statuses/427478653845651456">January 26, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

સારા તેંડુલકરે પોતાના ટ્વિટર પેજ પર 25 જાન્યુઆરીના રોજ એક સર્વે કરાવ્યો, તેમાં સારાએ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેના વિકલ્પમાં રાખ્યા હતા, અને લોકોને પોતાના મત આપવા જણાવ્યું હતું.

ત્યારબાદ 26 જાન્યુઆરીના રોજ સારાએ લખ્યું કે 'ગઇ રાત્રિના સર્વે અનુસાર નરેન્દ્ર મોદીની પાસે ફેન બેઝ ખૂબ જ વધારે છે. જેના પગલે એવું કહી શકાય કે તેઓ ભારતના નવા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે.'

sara
English summary
Sachin Tendulkar's daughter Sara tweeted, 'Narendra Modi will go for next PM'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.