સારદા ચિટ ફંડ ગોટાળોઃ સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર 7 દિવસ માટે લગાવી રોક

આઈપીએસ અધિકારી રાજીવ કુમારની સારદા ચિટફંડ ગોટાળામાં ધરપકડ માટે સીબીઆઈની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ.

આઈપીએસ અધિકારી રાજીવ કુમારની સારદા ચિટફંડ ગોટાળામાં ધરપકડ માટે સીબીઆઈની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને થોડી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર સાત દિવસ માટે રોક લગાવી દીધી છે. આઈપીએસ રાજીવ કુમાર સારદા ચિટ ફંડ ગોટાળામાં આરોપી છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે કોલકત્તાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારની ધરપકડ માટે તેમને પૂછપરછ કરવાની પરવાનગી આપવામાં આવે. સારદા ચિટફંડ કેસમાં રાજીવ કુમાર પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ છે. કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.

supreme court

સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે રાજીવ કુમારને ધરપકડમાંથી રાહત ન આપવામાં આવે કારણકે તેમની પૂછપરછ માટે કસ્ટડી જરૂરી છે. આ પહેલા બે મેના રોજ સુપ્રીમ કોર્ટે સીબીઆઈની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોલકત્તાના પૂર્વ પોલિસ કમિશ્નર રાજીવ કુમાર વર્તમાન સમયમાં એડીજી સીઆઈડીના પદ પર હતા. અમિત શાહના રોડ શો દરમિયાન કોલકત્તામાં થયેલી હિંસા બાદ ચૂંટણી પંચને બુધવારે જ રાજીવ કુમારને દિલ્લી ગૃહ મંત્રાલયમાં ટ્રાંસફર કર્યા છે.

1989 બેચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી રાજીવ કુમાર સામે સીબીઆઈ ચિટફંડ ગોટાળા મામલે તપાસ કરી રહી છે. તેના પર ચિટફંડ ગોટાળા સાથે જોડાયેલ પુરાવાને નષ્ટ કરવાનો આરોપ છે. રાજીવ કુમારે શારદા અને રોજ વેલી ચિટફંડ ગોટાળાની તપાસ કરનાર એસઆઈટીની આગેવાની પણ કરી હતી. કોર્ટના આદેશ પર પશ્ચિમ બંગાળ સરકારે રાજીવ કુમારની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X