For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપને બદલે રોટી: સરોજ ખાનના નિવેદન પર ભડકી શ્રી રેડ્ડી

આજે હિન્દી સિનેમાની ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન પર હંગામો થઇ ગયો છે. સોશ્યિલ મીડિયા પર લોકો તેમની આલોચના કરી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે હિન્દી સિનેમાની ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનના નિવેદન પર હંગામો થઇ ગયો છે. સોશ્યિલ મીડિયા પર લોકો તેમની આલોચના કરી રહ્યા છે. સરોજ ખાન સામે સૌથી તીખી પ્રતિક્રિયા કાસ્ટીંગ કાઉચના વિરોધમાં રસ્તા વચ્ચે કપડાં ઉતારનાર શ્રી રેડ્ડી તરફથી આવી છે. શ્રી રેડ્ડી ઘ્વારા કહેવામાં આવ્યું કે સરોજ મેમ માટે મારા મનમાં જે સમ્માન હતું તે હવે નથી રહ્યું.

આજે સરોજ ખાને સમ્માન ગુમાવી દીધું

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સરોજ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ સિનિયર લેડી છે. તેઓ છોકરીઓનું માર્ગદર્શન કરી શકતી હતી પરંતુ તેમને યુવતી સાથે રેપ અને કામને બદલે વેચવાવાળી વાત કહીને ખુબ જ ખોટો મેસેજ આપ્યો છે. તેમને જે પણ કહ્યું છે તે સાચું નથી. શ્રી રેડ્ડી એ આગળ જણાવ્યું કે સરોજ ખાનનું નિવેદન એક ખોટા રસ્તા તરફ ઈશારો કરી રહ્યું છે.

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે સ્ટુડિયો સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલા માટે યુવતીઓને વારંવાર ત્યાં લઇ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા છે જ્યાં કોઈ પણ દિવસ પોલીસ ચેકીંગ પણ થતું નથી.

અહીં રેપના બદલામાં રોટી મળે છે

અહીં રેપના બદલામાં રોટી મળે છે

કાસ્ટીંગ કાઉચ બાબતે સરોજ ખાને મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આ બધું તો બાબા આદમના જમાનાથી ચાલ્યું આવે છે. અહીં દરેક લોકો એવું જ વિચારે છે કે કઈ રીતે તેમને કોઈ યુવતી એકલી મળી જાય. બધા જ લોકો છોકરીઓ પર હાથ સાફ કરવા માંગે છે. પરંતુ અમારી ઇન્ડસ્ટ્રીમાં યુવતીને ખાલી રેપ કરીને છોડવામાં નથી આવતી, પરંતુ તેને રોજી રોટી પણ આપવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે સરોજ ખાને આ વાત મહારાષ્ટ્રના સાંગલીમાં ફ્યુઝન ડાન્સ એકેડમી તરફ થી આયોજિત કરવામાં આવેલા શિબિર કાર્યક્રમમાં કહી હતી.

હંગામો થયો તો માફી માંગી

હંગામો થયો તો માફી માંગી

સરોજ ખાનના નિવેદન પછી તેમની ચારે તરફ થી નિંદા થવા લાગી ત્યારપછી તેમને પોતાના નિવેદન પર માફી માંગી છે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ટોલિવૂડ ની સ્ટ્રગલર અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા રસ્તા વચ્ચે કપડાં ઉતારીને કાસ્ટીંગ કાઉચ સામે વિરોધ કર્યો હતો.

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટર મુંબઈ અને બીજા શહેરોમાં અભિનેત્રીઓને લઇ જાય છે. જયારે સ્થાનીય છોકરીઓનું રોલ આપવાના નામ પર શોષણ થાય છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી ચુકી છે.

તેલુગુ ફિલ્મ ચેમ્બર એસોસિએશન ઘ્વારા બેન

તેલુગુ ફિલ્મ ચેમ્બર એસોસિએશન ઘ્વારા બેન

અભિનેત્રી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે કામ આપવાના બહાને તેનું યૌન શોષણ કરવામાં આવ્યું. શોષણ કર્યા પછી પણ તેને કામ મળ્યું નહીં. આ અભિનેત્રીએ ફિલ્મ ચેમ્બર એસોસિએશન ઓફિસ સામે કપડાં ઉતારીને પ્રદર્શન કર્યું હતું. જેને કારણે તેને બેન કરી દેવામાં આવી હતી.

કાસ્ટિંગ કાઉચનો આરોપ

કાસ્ટિંગ કાઉચનો આરોપ

શ્રી રેડ્ડી ઘ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેને ટોલિવૂડમાં 75 ટકા સ્થાનીય કલાકારો માટે આરક્ષણની માંગ કરી છે. તેને કહ્યું કે ટોલિવૂડમાં બહારથી આવતા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેના કારણે સ્થાનીય કલાકારોને ચાન્સ નથી મળી રહ્યો.

English summary
Saroj Khan defends casting couch:I lost respect for you said Sri Reddy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X