સતપાલ મહારાજે કર્યો ખુલાસો, કેમ છોડવી પડી પાર્ટી?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલ: તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા સતપાલ મહારાજે સનસનીખેજ ખુલસો કરતાં કહ્યું હતું કે તેમણે કોંગ્રેસમાં રોકાવવા માટે કેન્દ્રમાં મંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી હતી. સતપાલ મહારાજના ખુલાસાથી જ્યાં કોંગ્રેસની પોલ ખુલી ગઇ છે તો બીજી તરફ વિરોધીઓના હાથોમાં બેઠ્યા-બેઠ્યા હુમલો કરવાની તક મળી ગઇ છે.

સતપાલ મહારાજે કહ્યું હતું કે કોંગ્રેસ તેમણે પાર્ટી ન છોડવાની અવેજમાં મંત્રીપદની ઓફર આપી રહ્યું હતું, પરંતુ તેમણે તેને નકારી કાઢી. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે તેમના હિન્દુવાદી ચહેરાને કોંગ્રેસ તેમને આગળ વધારવામાં ડરી રહી હતી.

સતપાલ મહારાજે કોંગ્રેસ પર છેંતરપિંડીનો આરોપ લગાવતાં કહ્યું કે તેમણે કોંગ્રેસની 25 વર્ષ સેવા કરી. પરંતુ તેમના હિન્દુવાદી ચહેરાને કોંગ્રેસ સહન કરી શકતી ન હતી. કોંગ્રેસમાં અપમાનની વાત કરતાં તેમણે કહ્યું હતું કે 2009ની લોકસભા ચૂંટણી બાદ ઉત્તરાખંડમાંથી મંત્રી બનાવવાની વાત આવી તો કોંગ્રેસે હરીશ રાવતને મહત્વ આપ્યું.

satpal-maharaj-target-on-congress.jpg

સતપાલ મહારાજ કોંગ્રેસ પર આરોપ લગાવતાં રહ્યાં તો બીજી તરફ ભાજપનો પક્ષ લેતા નજર આવ્યા. તેમણે કહ્યું કે ધર્મના નામ પર વોટ માંગવાના આરોપ પર સતપાલ મહારાજે કહ્યું કે રાજકારણમાં ધર્મનો ઉપયોગ તો કોંગ્રેસ કરી રહી છે. તેમણે કહ્યું કે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીને પહાડી રાજ્યો માટે વિકાસ માટે પ્લાન બનાવી દિધો છે, જેને નરેન્દ્ર મોદીએ 10 એપ્રિલના રોજ સિલીગુડીની રેલીમાં સ્વિકાર કરી લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે સતપાલ મહારાજે તાજેતરમાં જ ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરી છે.

English summary
Senior Uttarakhand Congress leader and Pauri MP Satpal Maharaj crossed over to the BJP. He attack Congress on his policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X