For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સટ્ટા બજાર નથી માનતુ, ભાજપની થશે એક્ઝીટ પોલ જેટલી મોટી જીત

એક્ઝીટ પોલની જેમ ઘણા સટ્ટાબજારોએ પણ આગામી પાંચ વર્ષ માટે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વાળા એનડીએના બીજા કાર્યકાળની ભવિષ્યવાણી કરી છે.

|
Google Oneindia Gujarati News

એક્ઝીટ પોલની જેમ ઘણા સટ્ટાબજારોએ પણ આગામી પાંચ વર્ષ માટે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વાળા એનડીએના બીજા કાર્યકાળની ભવિષ્યવાણી કરી છે. જો કે રવિવારે આવેલા વિવિધ એક્ઝીટ પોલના પૂર્વાનુમાનોની તુલનામાં સટોડિયાઓએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ને ગયા કાર્યકાળની તુલનામાં ઓછી સીટો મળવાની ભવિષ્યવાણી કરી છે. દેશભરના વિવિધ શહેરોના સટ્ટા બજારો અનુસાર હાલમાં જ પૂર્ણ થયેલી સાત તબક્કાની ચૂંટણીમાં ભાજપને 238-245 સીટો મળવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ યૌન શોષણ મામલે બોલિવુડ અભિનેતા જિતેન્દ્રને મોટી રાહત, કોર્ટે કરી FIR રદઆ પણ વાંચોઃ યૌન શોષણ મામલે બોલિવુડ અભિનેતા જિતેન્દ્રને મોટી રાહત, કોર્ટે કરી FIR રદ

રાજસ્થાનમાં સટ્ટાબાજ ભાજપને 242-245 સીટો આપી રહ્યા છે

રાજસ્થાનમાં સટ્ટાબાજ ભાજપને 242-245 સીટો આપી રહ્યા છે

રાજસ્થાનમાં સટ્ટાબાજ ભાજપને 242-245 સીટ આપી રહ્યા છે. બીજી તરફ દિલ્લી સાથે સાથે મુંબઈમાં પણ સટ્ટાબાજોને આશા છે કે ભાજપ 238-241 સીટો જીતી શકે છે. તેમનુ માનવુ છે કે ભાજપ-એનડીએ સરળતાથી 300નો જાદુઈ આંકડો પાર કરી શકે છે જ્યારે 543 સભ્યોવાળી લોકસભામાં જીત માટે 272 સીટોની જરૂર છે. સટ્ટા બજારોએ એનડીએને સ્પષ્ટ બહુમત અને પીએમ નરેન્દ્ર મોદી માટે બીજા એક કાર્યકાળની ભવિષ્યવાણી કરી છે. સટ્ટા બજારો અનુસાર કોંગ્રેસની 75-82 સીટો જીતવાની સંભાવના છે.

2019ની ચૂંટણીમાં મોદી લહેરનો પ્રભાવ ઘટવાનું અનુમાન હતુ

2019ની ચૂંટણીમાં મોદી લહેરનો પ્રભાવ ઘટવાનું અનુમાન હતુ

ખાસ કરીને ઘણા સટ્ટાબાજો અને સટ્ટા બજારોએ 2019ની ચૂંટણીમાં મોદી લહેરનો પ્રભાવ ઘટવાનું અનુમાન લગાવ્યુ હતુ. જો કે રવિવારે થયેલી અંતિમ તબક્કાની ચૂંટણી બાદ એક્ઝીટ પોલ અને સટ્ટા બજારોએ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી છે. સટ્ટા બજારમાં સટ્ટાબજો અન્ય દળોની જીત અને ભાજપને બહુમત નહિ મળવા પર પણ પૈસા લગાવી રહ્યા છે. મુંબઈના સટ્ટાબાજો મુજબ કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન 150 સીટો સાથે એનડીએથી ઘણી પાછળ રહી શકે છે. બાકી બચેલી સીટો અન્ય દળોને મળશે.

એક્ઝીટ પોલમાં ભાજપને મળી 300થી વધુ સીટો

એક્ઝીટ પોલમાં ભાજપને મળી 300થી વધુ સીટો

ટાઈમ્સ નાઉ-વીએમઆર એક્ઝીટ પોલ અનુસાર ભાજપની આગેવાનીવાળી એનડીએને 306 સીટો જીતવાની આશા છે. જે સાથે ભાજપ પોતાના દમ પર 252 સીટો મેળવી શકે છે. કોંગ્રેસના નેતૃત્વવાળા એનડીએ માટે તેણે 132 સીટોનું અનુમાન લગાવ્યુ છે. IANS-CVoter પોલે એનડીએ માટે એક શાનદાર જીતની ભવિષ્યવાણી કરી છે જેમાં તેમને 350 સીટો મળવાની અપેક્ષા છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન 95 સીટો પર જીત મેળવી શકે છે.

English summary
Satta Bazaars forecast a lower tally for NDA than the one predicted by various exit polls lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X