Satyendar Jain Bail : AAP નેતા સત્યેન્દ્ર જૈનને જામીન મળ્યા, જાણો તેમના પર શું છે આરોપ?
Satyendar Jain Bail : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પુર્વમંત્રી સત્યેન્દ્ર જૈનને દિલ્લી લીકર પોલીસી કેસમાં જામીન મળ્યા છે.
છેલ્લા 18 મહીનાથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને જામીન મળવા એ આમ આદમી પાર્ટીની મોટી જીત મનાય છે. આ પહેલા કેજરીવાલ અને મનીષ સિસોદિયાને પણ જામીન મળી ચુક્યા છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સત્યેન્દ્ર જૈનને શરતી જામીન આપ્યા છે. ટૂંક સમયમાં સત્યેન્દ્ર જૈન જેલમાંથી બહાર આવશે. સત્યેન્દ્ર જૈન દેશ બહાર જઈ શકશે નહીં.
જો કે, EDના વકીલે સત્યેન્દ્ર જૈનના જામીનનો વિરોધ કર્યો પરંતુ કોર્ટે કહ્યું કે તે છેલ્લા 18 મહિનાથી જેલમાં છે અને લાંબી સજા ભોગવી ચુક્યા છે.
કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી સ્વીકારતા તેમને રૂ. 50,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. સત્યેન્દ્ર જૈનને ED દ્વારા 30 મે 2022 ના રોજ તેમની સાથે કથિત રીતે જોડાયેલી 4 કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
સત્યેન્દ્ર જૈનને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ સત્યની જીત ગણાવી છે. મની લોન્ડરિંગ કેસમાં વિશેષ ન્યાયાધીશ રાકેશ સ્યાલે આરોપી અને EDની અરજી પર દલીલો સાંભળ્યા પછી આદેશ સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈનના વકીલે કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં રાખીને કોઈ હેતુ પૂરો થતો નથી.












Click it and Unblock the Notifications
