For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવરકરને લઈને રાહુલ ગાધીના બીજેપી પર પ્રહાર, કહ્યું- સાવરકરે અંગ્રેજોને મદદ કરી, ગાંધી-નેહરુ અને સરદાર સાથે દગ

કોંગ્રેસ અને બીજેપી સાવરકર મુદ્દે ફરી વખત આમને સામને છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુવ ગાંધીએ સાવરકરને અંગ્રેજોના મદદગાર ગણાવ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોંગ્રેસ અને બીજેપી સાવરકર મુદ્દે ફરી વખત આમને સામને છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુવ ગાંધીએ સાવરકરને અંગ્રેજોના મદદગાર ગણાવ્યા હતા.

Rahul Gandhi

રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે . ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં છે. અહીં અકોલીમાં રાહુલ ગાંધીએ એક લેટર દેખાડીને સાવરકર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સાવરકર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સાવરકરે અંગ્રેજોને મદદ કરી અને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓ સાથે દગો કર્યો હતો.

રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા એક પત્ર પણ દેખાડ્યો હતો. આ પત્ર દેખાડતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વીર સાવરકરે અંગ્રેજોને એક પત્રમાં કહ્યું હતું કે, સાહેબ, હું તમારા સૌથી આજ્ઞાંકિત સેવક તરીકે રહેવા વિનંતી કરું છું અને તેના પર સહી કરી. સાવરકરે અંગ્રેજોને મદદ કરી. ડરથી પત્ર પર સહી કરીને મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ જેવા નેતાઓને દગો આપ્યો.

રાહુલ ગાંધી મીડિયા સામે એક પત્ર સાથે આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સાવરકરનો પત્ર છે. રાહુલ ગાંધીએ મીડિયા સામે પત્ર વાચ્યો હતો. તેમાં લખ્યુ હતું કે, સાહેબ, હું તમારા નીચે રહેવા માંગુ છું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મેં નથી કહ્યું, સાવરકરજીએ લખ્યું છે. તેણે અંગ્રેજોને મદદ કરી. સાવરકરજીએ આ કાગળ પર હસ્તાક્ષર કર્યા ત્યારે તેમનું કારણ ડર હતું, જો તેઓ ડરતા ન હોત તો તેમણે ક્યારેય સહી ન કરી હોત. જ્યારે તેમણે સહી કરી ત્યારે તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વગેરે નેતાઓ સાથે દગો કર્યો.

આ પહેલા રાહુલ ગાંધીએ સાવરકર વિશે કહ્યું હતું કે, તેઓ ભાજપ અને આરએસએસના પ્રતીક છે. સાવરકરે પોતાના પર એક અલગ નામથી પુસ્તક લખ્યું અને જણાવ્યું કે તેઓ કેટલા બહાદુર હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે અંગ્રેજોને દરેક રીતે મદદ કરી છે. તે અંગ્રેજો પાસેથી પેન્શન લેતા હતા, તેમના માટે કામ કરતા હતા.

English summary
Savarkar helped the British, betrayed Gandhi-Nehru and Sardar-Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X