For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભવતી મહિલાઓ માટે SBIએ બદલ્યા નિયમ તો દિલ્લી મહિલા પંચના અધ્યક્ષે સ્વાતિ માલીવાલે આપી નોટિસ

દિલ્લી મહિલા પંચે ત્રણ મહિનાથી વધુની ગર્ભવતી મહિલાઓને કામ પર જવાથી રોકવા માટે ભારતીય સ્ટેટ બેંકને નોટિસ પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્ટેટ બેંક ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે ગર્ભવતી મહિલા ઉમેદવારો માટે ભરતી નિયમોમાં ફેરફાર કરી દીધો છે. બેંક મુજબ નવા નિયમો હેઠળ નવી ભરતીની સ્થિતિમાં ત્રણ મહિનાથી વધુ ગર્ભવતી મહિલા ઉમેદવારોને અસ્થાયી રીતે અયોગ્ય માનવામાં આવશે. વળી, દિલ્લી મહિલા પંચે ત્રણ મહિનાથી વધુની ગર્ભવતી મહિલાઓને કામ પર જવાથી રોકવા માટે ભારતીય સ્ટેટ બેંકને નોટિસ પાઠવી છે. ભારતીય સ્ટેટ બેંક કે એસબીઆઈએ આ મહિલાઓને 'અસ્થાયી રીતે અયોગ્ય' કહ્યા છે. પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ સમગ્ર પ્રકરણને લઈને ટ્વટિ કર્યુ છે. ટ્વીટ કરીને તેમણે કહ્યુ કે બેંકની કાર્યવાહી ભેદભાવપૂર્ણ અને ગેરકાયદે છે કારણકે આ કાયદા હેઠળ અપાતા માતૃત્વ લાભોને પ્રભાવિત કરી શકે છે.

swati

સ્વાતિએ ટ્વિટ કરીને કહ્યુ કે બેંક આ નિયમને પાછો લે. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત એસબીઆઈએ નવી ભરતી તેમજ પ્રમોશન મેળવી ચૂકેલા લોકોને પોતાના લેટેસ્ટ મેડિકલ ફિટનેસ દિશાનિર્દેશોમાં કહ્યુ છે કે ત્રણ મહિનાના સમયથી ઓછી ગર્ભવતી મહિલાઓને ફિટ માનવામાં આવશે. બેંક દ્વારા 31 ડિસેમ્બર, 2021ના રોજ જાહેર થયેલ ફિટનેસ સંબંધિત માનકો અનુસાર જ ગર્ભાવસ્થાના ત્રણ મહિલાથી વધુ હોવાની સ્થિતિમાં મહિલા ઉમેદવારોને અસ્થાયી રીતે અયોગ્ય માનવામાં આવશે.

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા ગર્ભવતી મહિલા ઉમેદવારો માટે ભરતી નિયમોમાં કરવામાં આવેલ ફેરફાર ડિસેમ્બર, 2021 એટલે કે મંજૂરીની તારીખથી પ્રભાવી માનવામાં આવ્યો છે. જ્યારે પ્રમોશન સાથે જોડાયેલા નિયમ 1 એપ્રિલ, 2022થી લાગુ થશે. તમને જણાવી દઈએ કે પહેલા 6 મહિના સુધીની ગર્ભાવસ્થાવાળી મહિલા ઉમેદવારોને અલગ-અલગ શરતો હેઠળ બેંકમાં શામેલ થવાની અનુમતિ હતી.

વળી, અખિલ ભારતીય સ્ટેટ બેંક કર્મચારી સંઘના મહાસચિવ કે એસ કૃષ્ણાના જણાવ્યા મુજબ યુનિયને એસબીઆઈ મેનેજમેન્ટના પત્ર લખીને દિશાનિર્દેશો પાછા લેવાનો આગ્રહ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ એક મહિલાને બાળક પેદા કરવા અને રોજગાર વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર ન કરી શકાય. કારણકે આ તેમના પ્રજનન અધિકારો અને રોજગારના અધિકાર બંનેમાં દખલઅંદાજી કરે છે.

English summary
SBI changed the recruitment rules for pregnant women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X