For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂકુ ઘાસ બાળવાનુ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે રચી મૉનિટરીંગ કમિટી, દર 15 દિવસે આપશે રિપોર્ટ

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબમાં સૂકુ ઘાસ બાળવાની ઘટનાઓને અટકાવવા માટે મૉનિટરીંગ કમિટીની રચના કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબમાં સૂકુ ઘાસ બાળવાની ઘટનાઓને અટકાવવા માટે મૉનિટરીંગ કમિટીની રચના કરી છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટીસ મદન બી લોકુરના નેતૃત્વમાં એક સભ્યની સમિતિની રચના કરી છે. આ એક સભ્યની સમિતિ પંજાબ, હરિયાણા અને યુપીમાં સૂકુ ઘાસ બાળવાના કેસોનુ મૉનિટરીંગ કરશે અને 15 દિવસમાં સુપ્રીમ કોર્ટને સૂકુ ઘાસ બાળવાની ગતિવિધિ અટકાવવા બાબતે રિપોર્ટ કરશે. આ કમિટી ફિઝિકલ સર્વે કરશે. એનસીસી/એનએસએસ અને ભારત સ્કાઉટ ગાઈડને નિરીક્ષણની જવાબદારી આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

parali

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટીસ લોકુરની નિયુક્તિ પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે અમારે અમુક વાંધા છે અને અમે અરજી ફાઈલ કરીશુ. સૉલિસિટર જનરલે કમિટી વિશે આદેશ જારી કરતા પહેલા તેને સાંભળવાની માંગ કરી હતી પરંતુ કોર્ટે આ માંગ ફગાવી દીધી. સૂકુ ઘાસ બાળવાથી થતા પ્રદૂષણ મુદ્દે સુનાવણી કરીને શુક્રવારે સુપ્રીમ કોર્ટે સંબંધિત રાજ્ય સરકારોને આદેશ આપ્યા કે તે જસ્ટીસ લોકુર સમિતિને યોગ્ય સુવિધા આપે.

પંજાબ, હરિયાણા અને યુપીના ચીફ સેક્રેટરી જસ્ટીસ લોકુર મદદ કરશે. ચીફ જસ્ટીસે કહ્યુ કે રાજ્ય કહી રહ્યા છે કે સૂકુ ઘાસ બાળવાથી દિલ્લીમાં પ્રદૂષણ નથી થઈ રહ્યુ તો પછી ક્યાં થઈ રહ્યુ છે એ જણાવો. તેમણે કહ્યુ કે દિલ્લી-એનસીઆરમાં લોકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળે, અદાલત એ ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે દિલ્લી-એનસીઆરમાં દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં પ્રદૂષણ ખૂબ જ વધી જાય છે. તેનુ એક કારણ પડોશી રાજ્યો હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના સૂકુ ઘાસ બાળવાનુ માનવામાં આવે છે.

કોરોનાના કહેરના કારણે ગુજરાત હાઈકોર્ટ પરિસર બંધ, 20 તારીખથી શરૂ થશે કેસોની ફાઈલિંગકોરોનાના કહેરના કારણે ગુજરાત હાઈકોર્ટ પરિસર બંધ, 20 તારીખથી શરૂ થશે કેસોની ફાઈલિંગ

English summary
SC appoints justice retd Madan B Lokur as one man monitoring committee to prevent stubble burning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X