બધી પોર્ન વેબસાઇટો પર પ્રતિબંધ અશક્ય, કેન્દ્ર બીજો કોઇ રસ્તો શોધે: સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે પોર્ન વેબસાઇટ્સને નિયંત્રિત કરવાની માંગણી હાલમાં ઝડપથી વધી રહી છે. આ જટિલ મુદ્દાનું સમાધાન કરવા માટે એક સંસદીય સમિતિ સાઇબર પોર્ન પર અંકુશ લગાવવાના ઉપાયો પર વિચાર કરી રહી છે. સમિતિએ આ નિર્ણય તે ફરિયાદોના આધારે કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સાઇબર પોર્ન સમાજને વિકૃત કરી રહ્યો છે.
રાજ્યસભાની અરજી પર સંસદીય સમિતિએ પોતાના માહિતી ટેકનોલોજી એક્ટ 2000માં સંશોધનના માધ્યમથી સાઇબર પોર્નોગ્રાફી પર અંકુશ લગાવવા માટે અનુરોધ પર પગલાં ભરી રહી છે. સમિતિના બધા પક્ષો અને સામાન્ય પ્રજા પાસે પોતાના મંતવ્ય તૈયાર કરવામાં મદદ માંગી છે. અરજી પર જાણીતા જૈન પુરોહિત વિજય રત્ન સુંદર સૂરીના હસ્તાક્ષર છે. આ મુદ્દે રાજ્યસભા સદસ્ય વિજય દરડાની પણ સહી છે. આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે સાઇબર પોર્નોગ્રાફીના માધ્યમથી ફેલાવવામાં આવતી મુક્ત યૌન સંસ્કૃતિ સમાજને વિકૃત કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
