For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને સુપ્રીમ કોર્ટે 'કુંભકર્ણ' સાથે સરખાવી

|
Google Oneindia Gujarati News

supreme court
નવી દિલ્હી, 10 ઓક્ટોબર: નરેન્દ્ર મોદી સરકારને સુપ્રીમ કોર્ટે એક વાર ફરી ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની તુલના કુંભકર્ણ અને 19મી સદીના ચર્ચિત કામચોર પાત્ર 'રિપ વાન વિંકલ' સાથે કરી છે. સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ બંને પાત્રોની જેમ જ વર્તન કરી રહી છે.

જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ આરએફ નરીમનની બેંચે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયને ફટકાર લગાવવા દરમિયાન કેન્દ્ર સરકારને પણ આ બંને વિશેષણોથી નવાજી દીધા. અપેક્સ કોર્ટની આ ટિપ્પણી કેન્દ્ર સરકાર અને પર્યાવરણ મંત્રાલયની બેદરકારીઓને લઇને સામે આવી.

ખરેખર પર્યાવરણ મંત્રાલયને ગુરુવારે એક રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો હતો. સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયને બે મહીનાની અંદર ઉત્તરાખંડમાં અલકનંદા અને ભગીરથી નદી પર ચાલી રહેલા 24 હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના બાયોડાયવર્સિટી ઇમ્પેક્ટ, જૈવવિવિધતા પ્રભાવના સંબંધમાં રિપોર્ટ માગ્યો હતો.

અપેક્સ કોર્ટે રિપોર્ટના રાહમાં આ તમામ પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરુવારે રિપોર્ટ રજૂ નહીં થવા પર સુપ્રીમ કોર્ટની બેંચે સરકાર સાથે કડક શબ્દોમાં જણાવ્યું કે 'રિપોર્ટ આજે અહીં હોવો જોઇતો હતો, આપ કુંબકર્ણની જેમ વ્યવવહાર કરી રહ્યા છો. અમને સમજાતું નથી કે આખરે કેન્દ્ર સરકારે અમારી સુધી આ રિપોર્ટ શા માટે નથી પહોંચાડ્યો. આપની ઇચ્છા શું છે, આપને પૂરતો સમય આપવામાં આવી ચૂક્યો છે. આપ રિપ વાન વિંકલ જેવા જ છો.'

English summary
The Narendra Modi government, which believes itself to be efficient and hard working, got a slap on the wrist on Thursday from the Supreme Court which said it behaved like 'Kumbhakarna', the mythological character who loved sleeping for long periods, and 19th century story character 'Rip Van Winkle', who shirked hard work.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X