પ્રણવનું રાષ્ટ્રપતિ બનવું યોગ્ય, સંગમાની અરજી રદ
રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ભાજપ સમર્થિત ઉમેદવાર સંગમાએ આ આપત્તિ નોંધાવી હતી કે નામાંકન સમયે પ્રણવ મુખરજી ભારતીય સાંખ્યિકી સંસ્થાન કોલકતાના લાભ પદ પર નિયુક્ત હતા.
સંગમાએ રાષટ્રપતિ પર ખોટી સહી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, ત્યારે સંગમા આ મામલો લઇને નિર્વાચન આયોગ પાસે પહોંચ્યા હતા, પરંતુ નિર્વાચન આયોગે કહ્યું હતુ કે, જો સંગમાની કોઇ ફરિયાદ છે તો તેને લઇને ચૂંટણી પચી સુપ્રીમ કોર્ટમાં યાચીકા કરે તે યોગ્ય છે.
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે બહુમતના આધારે એવો નિર્ણય કર્યો કે રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખર્જીની નિયુક્તિ યોગ્ય છે છે અને સંગમાની અરજીને ખારીજ કરી દેવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીરની અધ્યક્ષ્તાવાળી પીઠને બેની સામે ત્રણથી નિર્ણય આપ્યો કે સંગમાની યાચીકા નિયમિત સુનાવણીને યોગ્ય નતી. મુખ્ય ન્યાયાધીશે પોતાની અને ન્યાયમૂર્તિ પી સદાશિવમ, એસએસ નિઝ્ઝર તરફથી નિર્ણય સંભળાવતા કહ્યું કે, ચૂંટણી યાચીકા વિચારયોગ્ય નથી. તેને ખારીજ કરવામાં આવે છે. ભિન્ન મત રાખનાર અન્ય બે ન્યાયધીશોએ પોતાના નિર્ણય અલગથી સંભળાવતા એવું સલાહ આપી કે આ સુનાવણી યોગ્ય છે.
ન્યાયમૂર્તિ જી ચેલમેશ્વરે પોતાની અને ન્યાયમૂર્તિ રાજન ગોગોઇ તરફથી નિર્ણય સંભળાવતા કહ્યું કે, એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મુખર્જી ભારતીય સાંખ્યિકી સંસ્થાના અધ્યક્ષ પદ તરીકે લાભના પદ પર હતા, તેથી તેમને વિચાર છેકે સંગમા દ્વારા દાખલ યાચિકા સુનાવણી યોગ્ય છે. તેમણે કહ્યું કે તે આગામી સપ્તાહમાં જણાવશે કે તેમની સલાહ મુખ્ય ન્યાયાધીશ સહતિ બહુમતથી અલગ કેમ છે.