For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલગેટ: સુપ્રીમ કોર્ટે 7 રાજ્યોને ફટકારી નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર : યુપીએની સરકારમાં ઘણાબધા ઘોટાળાઓ થયા પરંતુ કોલસા કૌભાંડે સરકારની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સાત રાજ્યોને આજે નોટીસ ફટકારીને તેમની પાસે કોલસા બ્લોક ફાળવણી પર જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે જે સાત રાજ્યોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે તેમાં મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ રાજ્યોને 29 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે પોતાના આ નિર્દેશમાં જણાવ્યું છે કે કોલ બ્લોક ફાળવણી મેળવનાર સરકારી કંપનીઓ અને ખાનગી પક્ષો વચ્ચે થયેલી સમજુતી અંગેની વિગતવાર જાણકારી માંગી છે.

supreme court
સુપ્રીમ કોર્ટે કોલસા બ્લોક ફાળવણીમાં રાજ્ય સરકારોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે દેશની ખાણ અને ખનીજોની ફાળવણી કેટલીક ઘણી-ગાંઠેલી કંપનીઓને કરવા બદલ ગઇકાલે પણ સવાલ ઉઠાવ્યા હતા.

કોર્ટે એટર્ની જનરલ ગુલામ ઇ.વાહનવતીને પૂછ્યુ હતું કે આખરે દેશની ખાણ અને ખનીજોની ફાળવણી કેટલીક જ કંપનીઓને કરીને તેમને એકાધિકારની તક કેમ આપવામાં આવે છે. જોકે વાહનવતીએ આ એ વાતથી ઇનકાર કર્યો કે કોલસા બ્લોક ફાળવણી કરતી વખતે સરકારે કોઇ નિયમનું ઉલ્લંઘન કર્યું.

English summary
The Supreme Court Thursday issued notice to seven states seeking their response on the allocation of coal blocks by the central government in their territories. The states are West Bengal, Andhra Pradesh, Odisha, Madhya Pradesh, Jharkhand, Chhattisgarh, and Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X