SCએ કર્યુ સ્પષ્ટ, સમીક્ષા આદેશના સવાલો પર જ કરશે સુનાવણી
કેરળના સબરીમાલા મંદિર અને અન્ય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટના નવ જજોની પીઠે સુનાવણી શરૂ કરી દીધી છે. કોર્ટે કહ્યુ છે કે તે નવેમ્બર જજમેન્ટના સવાલ પર સુનાવણી કરશે જેમાં પૂજાના અધિકારનો સવાલ છે. 6 જાન્યુઆરીના રોજ કોર્ટ એક નોટિસ જારી કરતી વખતે એ અરજીનુ લિસ્ટિંગ કર્યુ હતુ જેમાં 2018ના ચુકાદા પર પુનર્વિચાર કરવાની વાત કહેવામાં આવી છે. આ મોટી પીઠ માત્ર સબરીમાલા જ નહિ પરંતુ મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ, બિન પારસી સાથે લગ્ન કરવા પર પારસી મહિલાઓ પર લાગતા પ્રતિબંધો અને દાઉદી વહોરા સમાજમાં ખતના જેવા મુદ્દાઓ પર પણ સુનાવણી કરશે.
મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી નવ જજોની પીઠ 60 અરજીઓ પર સુનાવણી કરશે. પીઠમાં શામેલ અન્ય જજોમાં આર બનુમાતિ, અશોક ભૂષણ, એલ નાગેશ્વર રાવ, એમ શાંતાગોદર, એસએ નઝીર, આર સુભાષ રેડ્ડી, બીઆર ગવઈ અને સૂર્યકાંત છે. આ પહેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠો ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કેરળના સબરીમાલા મંદિરનો કેસ નવ જજોની પીઠને સોંપી દીધો હતો. 3-2ના બહુમતથી આ આદેશ આપીને બંધારણીય પીઠે કેસનો વિસ્તાર પણ વધારી દીધો હતો. જે હેઠળ અન્ય મુદ્દા પણ શામેલ કરવામાં આવ્યા.
આ કેસમાં કોર્ટે કહ્યુ હતુ કે માત્ર સબરીમાલા જ નહિ પરંતુ અન્ય ઘણી જગ્યાઓ પર પણ મહિલાઓ પર પ્રતિબંધ લાગ્યો છે. જો કે અદાલતે આ દરમિયાન ના તો પોતાના સપ્ટેમ્બર, 2018માં આપેલા ચુકાદા પર રોક લગાવી હતી અને ના તેના વિરોધમાં કંઈ કહ્યુ હતુ. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવીને બધા આયુ વર્ગની મહિલાઓના મંદિરમાં પ્રવેશની અનુમતિ આપી દીધી હતી. આ પહેલા 10થી 50 વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાગેલો હતો. જો કે કોર્ટેના ચુકાદાનો અમુક લોકોએ વિરોધ કર્યો તો અમુકે સમર્થન પણ કર્યુ.
કોર્ટે મહિલાઓ પર લાગેલા પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવી દીધો હતો. ઘણી મહિલાઓએ ચુકાદા બાદ મંદિરમાં પ્રવેશ કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ તેમને રોકી દેવામાં આવ્યા હતા. કોર્ટના આ ચુકાદાના વિરોધમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવીને કહ્યુ હતુ કે, 'આ કેસ હવે નવ જજોની મોટી પીઠ કરશે. કોર્ટે સૌથી મહત્વની વાત જે કહી, તે એ હતી, અહીં ચર્ચા બંધારણીય માન્યતાઓ પરંપરાઓ વિશે છે. આ મુદ્દો માત્ર સબરીમાલામાં પ્રતિબંધનો નથી પરંતુ ઘણા પ્રતિબંધ મુસ્લિમ અને પારસી મહિલાઓ પર પણ છે. મોટી પીઠ આના પર ન્યાયિક નીતિ નક્કી કરશે જેથી પૂરો ન્યાય થઈ શકે.'
આ પણ વાંચોઃ જેએનયુ હિંસાઃ બુકાનીધારી યુવતીની થઈ ઓળખ, દિલ્લી યુનિવર્સિટીની છે છાત્ર