અયોધ્યા ફેસલામાં સુપ્રીમ કોર્ટે સંસ્કૃત, ઉર્દુ, પારસી અને ફ્રેન્ચ બુકથી લીધા સંદર્ભ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર પોતાના ફેસલામાં ઈતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્વ અને ધર્મ સાથે જોડાયેલ સંસ્કૃત, હિન્દી, તુર્કી, ફ્રેન્ચ અને અંગ્રેજી પુસ્તકોનો પણ સંદર્ભ લીધો છે. જો કે કોઈપણ પ્રકારના પરિણામ પર પહોંચતા પહેલા સાવધાની દાખવતા કોર્ટે જરૂર કહ્યું કે ઈતિહાસ સમજવાના એના ખુદના ખતરા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અધ્યક્ષતા વાળી બેંચે ધાર્મિક વ્યાખ્યાન, યાત્રા વૃતાંત, પુરાતાત્વિક ઉત્ખનન રિપોર્ટ, બાબરી મસ્જિદના ધ્વંસ પહેલાના ફોટા અને વિવાદિત સ્થળની નીચે મળેલ અવશેષો સહિત 533 દસ્તાવેજો પર ધ્યાન દોરવામાં આવ્યું.
આ દસ્તાવેજોમાં ગજેટિયર અને સ્તંભો પરના લિખાવટના અનુવાદોનું વિશ્લેષણ કર્યું. 10 જાન્યુઆરી 2010ના રોજ શીર્ષ અદાલતે પોતાની રજિસ્ટ્રીને રેકોર્ડની તપાસ કરવા માટે કહ્યું હતું અને જરૂરત પડવા પર આના માટે અધિકારીઓ અને અનુવાદકની મદદ લેવા કહ્યું હતું. તેમણે જો કે ઐતિહાસિક સંદર્ભો પર કોઈ અનુમાન વ્યક્ત કરવાને લઈ સતર્કતા વરતતા કહ્યું કે ઈતિહાસ સમજવો એક ખાસ કામ કછે અને ખતરનાક છે. તેની વ્યાખ્યા કરવામાં ભૂલ થઈ શકે છે.
બેંચે પોતાના 1045 પાનાના ફેસલામાં કહ્યું કે ઐતિહાસિક રેકોર્ડમાં સ્પષ્ટ ગેપ છે, જેમ કે આપણે બાબરનામામાં જોયું. અનુવાદ અલગ-અલગ હોય છે અને તેની ખુદની સીમાઓ હોય ચે. ઐતિહાસિક દસ્તાવેજોમાં જે તથ્ય ઉલ્લેખિત નથી, તેના વિશે અદાલતે નકારાત્મક અનુમાન લગાવવામાં વધુ સાવધાન રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 7 ફેબ્રુઆરી 2002ના રોજ અરજી નંબર 5ના અરજદારોને વકીલે અયોધ્યા વિષ્ણુ હરિ મંદિરના શિલાલેખોથી સંબંધિત રિપોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટ સામ રજૂ કરી હતી, અને કોર્ટના આદેશ બાદ ઈ-સ્ટેમ્પેજ તૈયાર કરવામાં આવ્યા હતા.
ફેસલા મુજબ 7 ફેબ્રુઆરી 2002ના રોજ પાંચ નંબરના કેસમાં અરજદારના વકીલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યા વિષ્ણુ હરિ મંદિરના શિલાલેખ સંબંધિત એક રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટના આદેશ પર ઈ-સ્ટેમ્પેજ તૈયાર કરવામાં આવી અે પુરાલેખવેત્તા દ્વારા તેને સમજવામાં આવ્યું. અદાલતે મુઘલ બાદશાહ અકબરના શાસનકાળમાં 16ી સદીમાં લખવામાં આવેલ આઈન-અકબરીના અનુવાદનો પણ સંદર્ભ લીધો. કોર્ટે કહ્યું કે ફાધર જોસેફ ટેફેન્થૈલરના યાત્રા વૃતાંતને લૈટિનથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું અને તેનો અંગ્રેજી અનુવાદ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેના પર મામલમાં દલીલ આપી રહેલ વકીલે પણ ભરોસો કર્યો. જે બાદ કોર્ટે ફેસલો સંભળાવ્યો કો મંદિર તોડી પડાયેલ ઢાંચાના સ્થાને બનશે અને મસ્જિદ માટે અલગ જગ્યા આપવામાં આવશે.
Ayodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો