બળાત્કાર કેસમાં આસારામની જામીન અરજી પર સુનાવણી કરવાનો કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી, 4 જુલાઇ: સુપ્રીમ કોર્ટે કથાકાર આસારામની વિરુધ્ધ ગુજરાતના સુરતમાં નોંધાયેલ બળાત્કારના મામલામાં તેમની જામીન અરજી પર સુનાવણી કરવાનો ગુરુવારે ઇનકાર કરી દીધો છે, પરંતુ તેઓ જોધપુરમાં નોંધાયેલા અન્ય એક બળાત્કારના મામલામાં તેમની જામીન અરજી પર સુનાવણી કરવા માટે રાજી થઇ ગઇ છે.

ન્યાયમૂર્તિ તીરથ સિંહ ઠાકુરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 76 વર્ષીય વિવાદાસ્પદ કથાકારને જણાવ્યું કે જામીન માટે તેમને ગુજરાત હાઇ કોર્ટ જવું પડશે. આસારામ ગયા વર્ષે સપ્ટેમ્બરથી જેલમાં બંદ છે.

asaram
જોકે કોર્ટે જોધપુર મામલામાં આસારામની જામીન અરજી પર રાજસ્થાન સરકારને નોટિસ જારી કરી છે. આ મામલામાં કોર્ટ ઑગસ્ટમાં સુનાવણી કરશે.

કોર્ટ આસારામના આ અનુરોધ પર પણ સુનાવણી માટે રાજી થઇ ગયું કે ઘટનાવાળા દિવસે કથિત પીડિત સગીર નહીં હોવા અંગે નીચલી કોર્ટમાં પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે.

આસારામની વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 376, 342, 506 અને 509ની સાથે જ શારીરિક ક્રાઇમથી બાળકોનું સંરક્ષણ(પોક્સો) કાનૂનની ધારા 8 અને કિશોર ન્યાય કાનૂનની ધારા 23 તથા 26 હેઠળ મામલો નોંધાયેલો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X