અબુ સાલેમને SC દ્વારા ઝટકો, ભારતમાં જ ચાલશે કેસ

આની સાથે કોર્ટે સાલેમ પર સુનવણી કરવા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. સાથે જ કોર્ટે સીબીઆઇને સલેમ પર ફાંસીવાળી ધારાઓ પણ હટાવવા જણાવ્યું છે. પૂર્તગાલથી સાલેમનું પ્રત્યર્પણ આ જ શરતે થયું હતું અને ફાંસીની સજા નહીં આપવામાં આવે. અબુ સાલેમ હાલમાં મુંબઇની આર્થ રોડ જેલમાં બંધ છે. તેના પર ગયા મહિને જ જેલમાં હુમલો કરવામાં આવ્યો હતો.
સાલેમના પ્રત્યાર્પણ વખતે ભારત સરકારે પૂર્તગાલ સરકારને વચન આપ્યું હતું કે જો તે દોષી સાબિત થશે તો તેને ફાંસીની સજા નહીં આપવામાં આવે અને તેને 25 વર્ષ કરતા વધારે સમય સુધી જેલમાં નહીં રાખવામાં આવે.
એટર્ની જનરલ ગુલામ ઇ વાહનવતીએ ન્યાયમૂર્તિ આફતાબ આલમની અધ્યક્ષતાવાળી બે સદસ્યીય ખંડપીઠની સામે રજૂ થતા આ દલિલ કરી હતી કે પૂર્તગાલની અદાલતને આપવામાં આવેલ આશ્વાસન પ્રત્યે સરકાર વચનબદ્ધ છે.












Click it and Unblock the Notifications
