સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, ધર્મ-જાતિના નામે મત માંગવો ગેરકાયદેસર

Subscribe to Oneindia News

ચૂંટણી અંગે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા કહ્યુ કે ધર્મ અને જાતિના આધાર પર મત માંગવો અયોગ્ય છે. કોર્ટે ભાષા અને જાતિના નામે મત માંગવાને ગેરકાયદેસર ઠેરવ્યુ છે. સુપ્રિમ કોર્ટના સાત જજોની ખંડપીઠે આ ચૂકાદો સંભળાવ્યો છે. 4-3 ના બહુમતથી આ ચૂકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ચૂકાદામાં સ્પષ્ટ કર્યુ કે જો કોઇ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ, ભાષા કે સમુદાયના નામ પર મત માંગે તો તે ગેરકાયદેસર છે. કોર્ટે કહ્યુ કે ચૂંટણી એક ધર્મનિરપેક્ષ પદ્ધતિ છે. આના આધાર પર મત માંગવો બંધારણની ભાવનાની વિરુદ્ધમાં છે. જન પ્રતિનિધિઓને પોતાનું કામકાજ ધર્મનિરપેક્ષતાના આધાર પર જ કરવુ જોઇએ. હિંદુત્વ કેસમાં સુપ્રિમ કોર્ટે આ ચૂકાદો આપ્યો.

sc

સુપ્રિમ કોર્ટે હિંદુત્વ કેસમાં ચૂકાદા અંગે કહ્યુ કે ચૂંટણી એક ધર્મ નિરપેક્ષ કાર્ય છે. માટે આનાથી જોડાયેલી પ્રક્રિયાઓમાં પણ ધર્મનિરપેક્ષતા લાગૂ કરવી જોઇએ. સુપ્રિમ કોર્ટે કહ્યુ કે વ્યક્તિ અને ઇશ્વર વચ્ચેનો સંબંધ એક વૈયક્તિક છે. રાજ્યોને આ પ્રકારની કોઇ પણ ગતિવિધિઓમાં હસ્તક્ષેપથી બચવુ જોઇએ. સુપ્રિમ કોર્ટના 7 જજોની ખંડપીઠે આ ચૂકાદો સંભળાવ્યો. 3 ની સામે 4 મતોના બહુમતથી કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો. માનવામાં આવી રહ્યુ છે કે સુપ્રિમ કોર્ટના આ ચૂકાદાની અસર આગામી પાંચ રાજ્યોમાં નજર આવી શકે છે.

તમને જણાવી દઇએ કે 7 જજોની ખંડપીઠમાં જસ્ટીસ ટીએસ ઠાકુરની સાથે જજ એમબી લોકુર, એસએ બોગડે, એકે ગોયેલ, ઉદય લલિત, ડીવાઇ ચંદ્રચુડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા. કોર્ટે આ ચૂકાદો 26 ઓક્ટોબરે રિઝર્વ રાખ્યો હતો. સોમવારે આ ચૂકાદો આપતા કલમ 123 (3) ની વ્યાખ્યા કરી છે. આ ચૂકાદાનું પાલન ન કરનાર જન પ્રતિનિધિઓને ચૂંટણી રદ થવાનો ડર રહેશે.

English summary
SC says no politician can seek vote in the name of caste, creed, or religion.
Please Wait while comments are loading...