For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહીં જોઇ શકો અશ્લિલ વીડિયો, પોર્ન સાઇટ્સ પર લાગશે બ્રેક

|
Google Oneindia Gujarati News

pornsite
નવી દિલ્હી, 16 એપ્રિલઃ ઇન્ટરનેટ પર પોર્ન સાઇટ જોનારાઓ માટે માઠા સમાચાર છે. ઇન્ટરનેટ પર અશ્લિલ વીડિયો જોનારા લોકો હવે ટૂંક સમયમાં જ તેને નહીં જોઇ શકે, કારણ કે સરકાર ઇન્ટરનેટ પર પીરસવામાં આવતી આવી અશ્લિલ સામગ્રી પર પ્રતિબંધ લાગવી શકે છે. સુપ્રિમ કોર્ટે પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવા માટે દાખલ કરેલી યાચિકા પર કેન્દ્ર સરકારને જવાબ આપવા જણાવ્યું છે. કોર્ટની સુનાવણી બાદ ઇન્ટરનેટ પર પોર્ટ સાઇટ જોનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઇ શકે છે.

પોર્ન વેબસાઇટના વધતા ચલણ મામલે દાખલ યાચિકાની સુનાવણી બાદ ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે કેન્દ્ર સરકારને જવાબ આપવા જણાવ્યું છે. કોર્ટે આ મામલે આઇટી મંત્રાલય, સૂચના પ્રસારણ મંત્રાલય, ગૃહમંત્રાલય અને ભારતમાં ઇન્ટરનેટ સેવા પ્રદાતા એસોસિએશનને પણ નોટીસ ફટકારી છે.

નોંધનીય છે કે, ઇન્દોરના વકીલ કમલેશ વાસવાનીએ કોર્ટમાં એક યાચિકા દાખલ કરી હતી, જેમાં કહ્યું છે કે પોર્ન વેબસાઇટ્સના વધતા ચલણના કારણે સમાજમાં મહિલાઓ વિરોધી ગુન્હાઓ વધી રહ્યાં છે. પોર્ન સાઇટ્સ મહિલાઓ પ્રતિ અપરાધનું એક મોટું કારણ છે. આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે, પોર્ન વેબસાઇટ સમાજમાં બાળકોને અશ્લિલતા પીરસે છે. આ યાચિકા અનુસાર ઇન્ટરનેટ પર આ પ્રકારની સાઇટ્સ પર બાળકો સંબંધિત અશ્લિલતા દર્શાવવામાં આવી રહી છે અને ઘણા બાળકે તેને જુએ છે જેની તેમના પર ખરાબ અસર પડી રહી છે.

પહેલા તો કોર્ટે આ યાચિકા પર સુનાવણી કરવાની મનાઇ કરી દીધી, પરંતુ બાદમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા એમ એન કૃષ્ણામણીએ માન્યું કે આ યાચિકાને સાઇબર કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવાથી સમસ્યાનું સમાધાન નથી, પરંતુ તેના કેટલાક પ્રાવધાન સંવિધાન અનુરુપ નથી. કોર્ટે માન્યુ કે ઇન્ટરનેટ પર દર્શાવવામાં આવતી સામગ્રીઓ માટે કોઇ કાયદો નહીં હોવાના કારણે પોર્ન વેબસાઇટ વધુ જોવાઇ રહી છે. લોકો એવું એટલા માટે કરે છે, કારણ કે આમ કરવું એ કોઇ અપરાધ નથી.

તેમણે કહ્યું કે હાલના સમયે 20 કરોડથી વધુ પોર્ન વીડિયો અથવા ક્લિપિંગ બજારમાં ઉપલબ્ધ છે, જેને ઇન્ટરનેટ અને વીડિયો સીડીથી સીધી જ ડાઉનલોડ કરી લેવામાં આવે છે. આ યાચિકામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ, યુવતીઓ અને બાળકો પ્રત્યે થતા મોટાભાગના અપરાધ આ પોર્ન વેબસાઇટથી પ્રેરિત હોય છે. હાલના દિવસોમાં મહિલાઓ વિરોધ ગુન્હાઓ વધી રહ્યાં છે કારણ કે લોકોની વચ્ચે પોર્ન સાઇટનું ચલણ વધી ગયું છે. બાળકો પણ આ સાઇટ જોવા ટેવાયા છે, જે સમાજ માટે એક અલગ મેસેજ આફે છે અને ખોટી પ્રવૃતિને વેગ આપી રહ્યાં છે.

English summary
The SC sought response from the government on a plea to block and ban porn sites on the internet, particularly those showing child pornography, as these are a major cause of crime against women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X