વિરપ્પનના ચાર સાથીઓની ફાંસી પર બુધવાર સુધી રોક

આ પહેલા તેમની ફાંસીની દયા અરજીને રાષ્ટ્રપતિએ ખારીજ કરી દીધી હતી, ત્યારબાદ ફાંસીની સજા મેળવનારા ચારેય દોષિઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ ચારેય દોષીઓ માટે ફાંસીની તારીખ 17 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.
નોંઘનીય છે કે, વર્ષ 1993માં કર્ણાટકના પલારમાં બારુદી સુંગ વિસ્ફોટ મામલે વિરપ્પના મોટા ભાઇ જ્ઞાનપ્રકાશ, સિમોન, મીસેકર મદૈયા અને બિલાવેન્દ્રનને વર્ષ 2004માં મોતની સજા ફટકારવામાં આવી હતી. આ હુમલામાં 22 પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ 13 ફેબ્રુઆરીએ તેમની દયા અરજીને ખારીજ કરી નાંખી હતી.
ચારેય દોષી કર્ણાટકના બેલગામની એક જેલમાં બંધ છે. વર્ષ 2001માં મૈસુરની ટાડા અદાલતે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ ઉચ્ચ અદાલતે સજા વધારીને મૃત્યુંદંડ કરી હતી. ટૂકડીનો આલા વિરપ્પનન ઓક્ટોબર 2004માં તામિળનાડુ પોલીસ સાથેની અથડામણમાં ઠાર મરાયો હતો.












Click it and Unblock the Notifications
