For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રમખાણોની કાર્યવાહી 3 મહિનામાં પુરી કરવામાં આવે: SC

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે આજે અમદાવાદની નિચલી કોર્ટને કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો સંબંધિત ગુલબર્ગ સોસાયટી નરસંહાર મુદ્દે કાર્યવાહી ત્રણ મહિનાની અંદર પુરી કરવામાં આવે. આ નરસંહારમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી અને 67 અન્ય વ્યક્તિ મોતને ભેટ્યાં હતા.

મુખ્ય ન્યાયાધીશ એચ એલ દત્તૂની અધ્યક્ષવાળી ખંડપીઠે કેસની સુનાવણીમાં વિલંબના લીધે આરોપીઓ જેલ બંધ હોવા પર ચિંતા વ્યક્ત કરતાં વિશેષ તપાસ ટુકડીને કહ્યું કે આ મુદ્દે કાર્યવાહી ઝડપી કરવામાં આવે. આ કાંડની તપાસ વિશેષ તપાસ ટીમે જ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મુદ્દે તેની પરવાનગી વગર નીચલી કોર્ટ પોતાનો ફેંસલો સંભળાવશે નહી. વિશેષ તપાસ ટીમનું નેતૃત્વ કરી રહેલી સીબીઆઇના પૂર્વ નિર્દેશક આર કે રાઘવને કહ્યું કે ત્રણ મહિનામાં કાર્યવાહી સમેટવી મુશ્કેલ રહેશે. તેના પર ન્યાયાધીશોએ કહ્યું કે કાર્યવાહી ઝડપથી પુરી કરવામાં આવે જો ત્રણ મહિનામાં પુરી ન થાય તો તે ન્યાયાલય પાસે આવે.

કોર્ટે આ પહેલાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કેટલાક આરોપીના લગભગ 10 વર્ષથી જેલમાં બંધ હોવાના અંગે પત્ર મળ્યા છે અને તે તેના પર આદેશ આપવા પર વિચારી રહ્યાં છે. કોર્ટે ત્રણ એપ્રિલના રોજ ગુજરતમાં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ સંબંધિત નવ કેસની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

supreme-court-602

સુપ્રીમ કોર્ટ ગુજરાત રમખાણોની તપાસ વિશે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ અને કેટલાક સરકારી સંગઠનો દ્વારા વ્યક્ત આશંકાઓ બાદ નવ સંવેદનશીલ કેસની તપાસની પ્રગતિની દેખરેખ કરી રહી છે. તેમાં ગુલબર્ગ સોસાયટી, ઓડ, સરદારપુરા, નરોદા ગાંવ, નરોડા પાટિયા, માછીપીઠ, તરસાલી, પંડરવાડા અને રાઘવપુરાના રમખાણોની ઘટનાઓ સામેલ હતી.

વિશેષ તપાસ ટીમે માર્ચ 2012માં અમદવાદની ગુલબર્ગ સોસાયટી રમખાણોના મુદ્દે પોતાનો અંતિમ રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો જેમાં 2002ના રમખાણોના મુદ્દે નરેન્દ્ર મોદી અને અન્ય વ્યક્તિઓને ક્લિન ચીટ આપવામાં આવી હતી.

English summary
The Supreme Court on Thursday asked a trial court in Ahmedabad to wind up within three months the proceedings in Gulberg Society massacre case of 2002 Gujarat riots in which former Congress MP Ehsan Jafri and 67 others were killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X