For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોની ચેતવણી, મે સુધી ભારતમાં Coronavirusના 13 લાખ દર્દી

વૈજ્ઞાનિકોની ચેતવણી, મે સુધી ભારતમાં Coronavirusના 13 લાખ દર્દી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં જેવી રીતે કોરોનાવાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, તે બાદ વૈજ્ઞાનિકો તરફથી એક ડરામણી પ્રતિક્રિયા આવી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો પછી ભારતમા મે મહિનાના મધ્યમાં કોરોનાવાઈરસના13 લાખ કેસ સુધી થઈ શકે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી ભારતમાં કોરોનાએ 606 કેસ સામે આ્યા છે અને અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ટેસ્ટિંગ વધારવાની વાત

ટેસ્ટિંગ વધારવાની વાત

COV-IND-19 સ્ટડી ગ્રુપ તરફથી એક અધ્યયનમાં ડરામણી વાત કહેવામાં આવી છે. આ સ્ટડી મુજબ જો બીજા દેશોની સરખામણી કરવામાં આવે તો અત્યાર સુધી કોરોનાના કેસને નિયંત્રિત રાખવામાં ઘણું સારું કામ કર્યું છે. પરંતુ હજી સુધી દેશ આ મહત્વની વાતને નજરઅંદાજ કરી રહ્યો છે, વાસ્તવિક રીતે પ્રભાવિત કેસની સંખ્યા. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે આ ટેસ્ટિંગ, ટેસ્ટ પરિણામોની શુદ્ધતા, ટેસ્ટિંગની ફ્રિક્વેન્સી અને કયા સ્તર પર લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, આ બધા પર નિર્ભર કરે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે જે લોકોમાં અત્યાર સુધી લક્ષણ જોવા નથી મળ્યા પરંતુ તે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ચૂક્યા છે, તેમનું ટેસ્ટિંગ પણ પ્રબાવી કારક છે.

મોટા સ્તરે ટેસ્ટિંગની સખ્ત જરૂરત

મોટા સ્તરે ટેસ્ટિંગની સખ્ત જરૂરત

રિપોર્ટ મુજબ ભારતમાં અત્યાર સુધી જે લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેની સંખ્યા બહુ ઓછી છે. જ્યાં સુધી મોટા સ્તરે ટેસ્ટિંગ નથી થતું ત્યાં સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશનની તીવ્રતાને નક્કી કરી શકવી અસંભવ છે. એવામાં સ્ટડીમાં જે કંઈપણ અનુમાન લગાવવામાં આવ્યું છે, તે બધા શરૂઆતી આંકડાઓ પર આધારિત છે. મંગળવારે પીએમ મોદીએ આખા દેશમાં લૉકડાઉનનું એલાન કર્યું હતું જે ત્રણ અઠવાડિયા સુધી ચાલશે. દેશના કેટલાય રાજ્યોમાં કર્ફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યું છે. લૉકડાઉનમાં વિદેશઈ નાગરિકો સહિત ભારતીય નાગરિકોની ગતિવિધિઓને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓની આપૂર્તિ થતી રહેશે.

21 દિવસ સુધી બંધ થયો દેશ

21 દિવસ સુધી બંધ થયો દેશ

દેશમાં તમામ પ્રાઈવેટ બિઝનેસ જેવા હોટલ વગેરે બંધ છે. કેટલાય લોકો પોતપોતાના ઘરેથી કામ કરી રહ્યા છે. ઑથોરિટીજ તરફથી માત્ર કેટલાક લોકોને લૉકડાઉન દરમિયાન નિકળવાની છૂટ આપવામાં આવી છે. પાછલા દિવસોમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી પણ દેશના લોકોને એક પ્રકારે લૉકડાઉન માટે સજાગ થવની સલાહ આપવામાં આવી છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડરૉસ એડહાનોમ ઘેબ્રેસિયસે કહ્યું કે કોરોનાવાઈરસ મહામારી તેજીથી વધી રહી છે. આ મહામારીના કેસને બે લાખથી ત્રણ લાખ સુધી થવમાં બસ ચાર દિવસનો સમય લાગ્યો હતો.

માત્ર ચાર દિવસમાં જ 2થી 3 લાખ કેસ થયા

માત્ર ચાર દિવસમાં જ 2થી 3 લાખ કેસ થયા

ટેડરૉસે કહ્યું હતું કે કોરોના વાયરસના એક લાખ કેસ થવામાં 67 દિવસ લાગ્યા હતા. પછી મા્ર 11 દિવસની અંદર કેસ એક લાખથી બે લાખ સુધી પહોંચી ગયા હતા. જે બાદ માત્ર ચાર દવિસમાં જ કેસ બે લાખથી ત્રણ લાખ પર પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે માત્ર લોકો જ આ મહામારીની રેખાને બદલી શકે છે એટલે કે માત્ર જનતા જ નક્કી કરી શકશે કે આ મહામારી કયા દેશમાં જશે. સંગઠને જણાવ્યું કે અત્યાર સુધી 300,000થી વધુ કેસ રિપોર્ટ થયા છે. યૂરોપ-આફ્રીકાથી લઈ ધરતી પર મોજદ દરેક દેશથી તેમની પાસે કેસ આવી રહ્યા છે.

કોરોનાના દર્દીઓ માટે સેનાએ 1000 બેટની હોસ્પિટલ બનાવવાનો દાવો ખોટો- Fact Checkકોરોનાના દર્દીઓ માટે સેનાએ 1000 બેટની હોસ્પિટલ બનાવવાનો દાવો ખોટો- Fact Check

English summary
Scientists have warned that India could see 13 lakh cases of Coronavirus by Mid May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X