Video : 50 ફૂટ ઊંડા ખાડામાંથી જીવતો નીકળ્યો આ માણસ

50 ફૂટ ઊંડા ખાડામાંથી જીવતો બહાર નીકળ્યો યુવક, થોડા તેના નસીબ અને એસડીઆરએફ ટીમની મહેનતે બચાવ્યા યુવકના પ્રાણ. જુઓ વીડિયો

સામાન્ય રીતે જ્યારે તમે 50 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા હોવ તો 50 ફૂટ સાંભળીને જ લોકોને લાગે કે હવે તમારી બચવાની સંભાવના બહુ ઓછી છે. તેમાં પણ તમે જો કોઇ હિમાચ્છિદ પ્રદેશમાં હોવ. ખરેખરમાં આવું ખુબ જ ઓછી વાર બને છે કે કોઇ 50 ફૂટ ઊંડા ખાડામાંથી જીવતું બહાર આવ્યું હોય. ઉત્તરાખંડમાં ચમોલી વિસ્તારમાં બદ્રીનાથથી ઉપર સતોપંથ માર્ગમાં એક પર્વતારોહી બરફના એક 50 ફૂટ ઊંડા ખાડામાં પડી ફસાઇ જાય છે. તે પછી અન્ય પર્વતારોહી દ્વારા એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવે છે. જે આ પર્વતારોહી યુવકને શોધી લે છે પણ તે એક તેવા સીધા અને પતળા ખાડામાં ફસાયો છે જ્યાંથી તેને નીકાળવો એટલો પણ સરળ નથી. તે પણ ત્યારે જ્યારે તમે એક ચારે તરફ બરફથી છવાયેલી જગ્યાએ હોવ. પણ તેમ છતાં એસડીઆરએફની ટીમે 2 કલાકની ભારે મહેનત અને તેની સમજદારીથી આ પર્વતારોહક યુવકને જીવતો નીકાળ્યો.

video

મળતી જાણકારી મુજબ દિલ્હીથી 6 લોકોની ટ્રેકિગ ટીમ બદ્રિનાથથી ઉપરની તરફ 5500 મીટરની ઊંચાઇ પર સતોપંથ માર્ગથી પસાર થઇ રહી હતી ત્યારે ટીમમાંથી એક યુવક અચાનક ગાયબ થઇ ગયો. નસીબજોગ અહીં એસડીઆરએફની ટીમ ટ્રેનિંગ કરી રહી હતી. અને તેમણે આ યુવકને શોધી તેની બચાવી લીધો. દોરડાની મદદથી ખાડામાં પડેલા યુવકને બહાર નીકાળવામાં આવ્યો. 24 વર્ષીય પ્રયાંગ ચૌધરી નામનો આ યુવક નોયડાનો રહેવાસી છે જેણે એસડીઆરએફના જવાનોએ નવ જીવન આપ્યું છે. ત્યારે જુઓ આ રેસક્યૂનો આ વાયરલ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X