કોરોના વાયરસથી દેશમાં બીજુ મોત, દિલ્લીમાં 65 વર્ષીય મહિલાનુ નિધન
કોરોના વાયરસથી દેશમાં બીજુ મોત સામે આવ્યુ છે. દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં 65 વર્ષીય મહિલાનુ કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થઈ ગયુ છે.
કોરોના વાયરસથી દેશમાં બીજુ મોત સામે આવ્યુ છે. દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં 65 વર્ષીય મહિલાનુ કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થઈ ગયુ છે. મહિલાનુ મોત રાતે 8 વાગે કોરોના વાયરસના કારણે દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં થયુ છે. મહિલાનો કોરોના વાયરસનો ટેસ્ટ થયો હતો કે જે પૉઝિટિવ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા દેશમાં કોરોના વાયરસથી મોતનો પહેલો કેસ કર્ણાટકના કલબુર્ગીમાં આવ્યો હતો. અહીં 76 વર્ષીય વૃદ્ધનુ કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ હતુ. આરોગ્ય સચિવ પ્રીતિ સૂડાને જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે દેશમાં બીજુ મોત થયુ છે. 65 વર્ષીય મહિલાનુ દિલ્લીની હોસ્પિટલમાં નિધન થઈ ગયુ છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના શુક્રવાર સુધી 81 કેસોની પુષ્ટિ થઈ છે. આ 81 લોકોમાં 64 ભારતીય, 16 ઈટલીના અને એક કેનેડાથી આવ્યો છે. વળી, કોરોના વાયરસના પ્રભાવને જોતા બાંગ્લાદેશ સાથે બસ અને રેલસેવાને હાલમાં રદ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસ પર કેન્દ્ર સરકારના આરોગ્ય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે દેશમાં કોરોનાના 81 કેસ સામે આવ્યા છે આમાંથી કેરળના 3 લોકોનો ઈલાજ બાદ રજા આપી દેવામાં આવી છે. સફદરગંજમાં ભરતી સાત દર્દી પણ સાજા થઈ ગયા છે.
દેશભરમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતા લોકોમાં હાહાકાર મચેલો છે. આ દરમિયાન વાયરસથી બચાવના કારણે દેશમાં સેનિટાઈઝર અને માસ્કની માંગ અચાનક વધી ગઈ છે. સ્થિતિ એ છે કે ઘણા દુકાનદાર અને મેડીકલ સ્ટોર પર અનેક ગણી વધુ કિંમતે તે મળી રહ્યા છે. હવે કેન્દ્ર સરકારે મોટુ એલાન કરીને આનેજરૂરી વસ્તુ ઘોષિત કરી દીધી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે માસ્ક (સર્જિકલ માસ્ક, N95) અને સેનિટાઈઝરને હાલ માટે જરૂરી વસ્તુઓની યાદીમાં નાખી દીધા છે.

-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા







Click it and Unblock the Notifications
