લોકસભા ચૂંટણી 2014ના પ્રચારમાં નરેન્દ્ર મોદીની ચૂસ્તી-સ્ફૂર્તિનું રહસ્ય

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 મે : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી પ્રચારની દિશામાં નવો ચીલો ચીતર્યો છે. તેમણે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે ભારતના રાજકીય નેતાઓને શીખવ્યું છે.

ગુજરાતીઓ માટે ગર્વ લેવાની બાબત એ છે કે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ કરનારા નેતાઓમાં તો નંબર વન રહ્યા જ છે. સાથે ચૂંટણી પ્રચાર માટે પ્રવાસ ખેડનારા અને જાહેર સભાઓ સંબોધવામાં પણ નંબર વનના સ્થાને રહ્યા છે.

દેશમાં બધા નેતાઓ ચૂંટણી સમયે પ્રચાર કરવામાં વ્યસ્ત રહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગમભાગ કરે છે. તેમાં કોઇ નવી વાત નથી. નરેન્દ્ર મોદીએ પણ આવી જ દોડાડોદી કરી છે. પરંતુ અન્ય નેતાઓની સરખામણીમાં તેઓ વધારે વ્યસ્ત અને વધારે પ્રવાસ ખેડી ચૂક્યા છે. આમ છતા તેમની ચુસ્તી અને સ્ફૂર્તિ યથાવત છે.

આવા સમયે પ્રશ્ન એ થાય કે 63 વર્ષની વયના નરેન્દ્ર મોદી આટલી બધી ઉર્જા લાવે છે ક્યાંથી, રોજની 7થી 10 સભાઓ સંબોધવી, પાર્ટીના નેતાઓને મળીને ચર્ચા કરવી, તે માટેનો લાંબા અંતરનો પ્રવાસ ખેડવો, ભોજનનો સમય કાઢવો અને સૌથી અગત્યનું ઉંઘ મેળવવી.

અહીં અમે આપની સમક્ષ નરેન્દ્ર મોદીની અખૂટ ઉર્જા, ચૂસ્તી અને સ્ફૂર્તિનું રહસ્ય ખોલી રહ્યા છીએ...

નરેન્દ્ર મોદીએ કરેલા પ્રચારની ફેક્ટ ફાઇલ

નરેન્દ્ર મોદીએ કરેલા પ્રચારની ફેક્ટ ફાઇલ

નરેન્દ્ર મોદી 10 મે, 2014ના રોજ ચૂંટણી પ્રચાર નો અંત આવશે ત્યાં સુધીમાં આટલો પ્રચાર કર્યો હશે.

જાહેર સભાઓ - 437
3D રેલીઓ - 1350
પ્રચાર પ્રવાસ - 3,00,000 કિલોમીટર
ચાઇ પે ચર્ચા - 4000
ભારત વિજય રેલી - 196
કુલ રેલીઓ - 5827

ક્યારથી શરૂ કર્યો પ્રચાર

ક્યારથી શરૂ કર્યો પ્રચાર

નરેન્‍દ્ર મોદીએ 15 સપ્‍ટેમ્‍બર, 2013થી લોકસભા ચૂંટણી 2014 માટેની પ્રચાર યાત્રા શરૂ કરી હતી. તેમણે સૌપ્રથમ હરિયાણામાં રેવારી ખાતે ભૂતપૂર્વ સૈનિકોની રેલીને સંબોધી હતી. લોકસભા ચૂંટણીમાં 5827 રેલીઓ સંબોધિત કરી અંદાજે 10 કરોડ મતદારોનો સંપર્ક સાધ્યો છે.

નરેન્દ્ર મોદીની અખૂટ ઉર્જાનું રહસ્ય

નરેન્દ્ર મોદીની અખૂટ ઉર્જાનું રહસ્ય

નરેન્‍દ્ર મોદીનો દિવસ સવારે પાંચ વાગ્‍યાથી શરૂ થાય છે અને મધરાત સુધી તેમનું કાર્ય ચાલુ હોય છે. ચૂંટણી સિવાયના સામાન્ય દિવસોમાં પણ તેઓ સવારે વહેલા ઉઠીને પોતાનું કાર્ય આરંભે છે. આ તાલીમ તેમને સંઘના પ્રચારક હતા તે સમયે મળી હતી.

યોગ અને સરળ જીવન

યોગ અને સરળ જીવન

આજે પણ નરેન્દ્ર મોદી સરળ જીવન અને યોગ-પ્રાણાયામ જેવી કસરતોને મહત્વ આપે છે. આ બાબતો તેમણે દૈનિક જીવનનો એક ભાગ બનાવી દીધી છે. જેથી તેઓ હંમેશા તરોતાજા રહે છે.

સવારનો સમય ખાસ

સવારનો સમય ખાસ

નરેન્દ્ર મોદી સવારે પાંચ વાગે ઉઠીને અંદાજે એક કલાક યોગાભ્યાસ કરે છે. ત્યાર બાદ તેઓ મહત્વના સમાચારો પર નજર કરે છે. ત્યાર બાદ ફરી તેઓ એક કલાક ધ્યાન કરે છે. જે તેમને સ્થિરતા આપે છે.

ચૂંટણીમાં ગળાની સંભાળ

ચૂંટણીમાં ગળાની સંભાળ

ચૂંટણી દરમિયાન જ્યાં જાવ ત્યાં બોલવાનું હોય છે. લાંબા ભાષણો આપવાના હોય છે. આવા સમયે ગળાની કાળજી અગત્યની બને છે. નરેન્દ્ર મોદી ચૂંટણી સમય દરમિયાન ઉનાળો હોવા છતાં હુંફાળુ પાણી પીવે છે. તેમની ટીમે બનાવેલું જ ભોજન આરોગે છે.

મોદી કેવું ભોજન આરોગે છે?

મોદી કેવું ભોજન આરોગે છે?

નરેન્દ્ર મોદી પોતાના રસોઇયાઓની ખાસ ટીમ પોતાની સાથે રાખે છે. આ ટીમ તેમના માટે તેલ વગરનું અને ઓછી ચરબીવાળું ભોજન તૈયાર કરે છે. વધારે સભાઓ સંબોધવાની હોય ત્યારે બપોરનું ભાણું હળવું રાખે છે. રાત્રે ભરપેટ ભોજન કરે છે.

ગુજરાતી ભોજનને મહત્વ

ગુજરાતી ભોજનને મહત્વ

નરેન્દ્ર મોદી ગુજરાતી ભોજન ખાસ કરીને ખીચડી, કઢી અને શાકને મહત્વ આપે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય ઢોંસા અને ઇડલી પણ તેમને પસંદ છે.

English summary
Narendra Modi has started new path of election campaign in Indian Politics with maximum use of social media and technology along with travelling. Here we are open the secret behind 63 year old Narendra Modi's energy for strenuous campaign in lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X