For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા સપ્તાહની સુનાવણી પહેલા અયોધ્યામાં લગાવાઈ કલમ 144, બોલાવાઈ ફોર્સ

ઉત્તર પ્રદેશના અયોધ્યમાં રામ મંદિર વિવાદ પર સંભવિત ચુકાદા માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના અયોધ્યમાં રામ મંદિર વિવાદ પર સંભવિત ચુકાદા માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અયોધ્યાના ડીએમ અનુજ કુમાર ઝાએ કહ્યુ છે કે અયોધ્યા ભૂમિ વિવાદમાં ચુકાદાને જોતા 10 ડિસેમ્બર સુધી જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ડીએમે કહ્યુ કે કલમ 144 આગામી તહેવારેને ધ્યાનમાં રાખીને પણ લાગુ કરવામાં આવી છે. જો કે અયોધ્યામાં આવનારા દર્શનાર્થીઓ અને દીવાળી મહોત્સવ પર કલમ 144ની કોઈ અસર નહિ થાય.

force

ડીએમ અનુજ કુમાર ઝાએ આની માહિતી આપતા કહ્યુ કે આ નિર્ણય રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીના છેલ્લા દોરમાં પહોંચવાને કારણે લેવામાં આવ્યો છે. ડીએમે કહ્યુ કે આવતા મહિને આ વિવાદમાં ચુકાદો આવવાની આશા છે એટલા માટે શાંતિ જાળવી રાખવા માટે જિલ્લામાં કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવાંઆ વ્યો છે. જિલ્લાધિકારીના આદેશ મુજબ અયોધ્યા વિવાદનો સંભવિત ચુકાદો, દીપોત્સવ, ચેહલ્લુમ અને કાર્તિક મેળા માટે 2 મહિના સુધી અયોધ્યા જિલ્લામાં કલમ 144 લાગુ રહેશે.

જણાવવામાં આવી રહ્યુ છે કે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં ફોર્સ બોલાવવામાં આવી છે. અયોધ્યામાં રહી ચૂકેલા મોટા અધિકારીઓને પણ દીવાળી મહોત્સ અને સુપ્રીમ કોર્ટમાંથી આવનારા ચુકાદાના કારણે બોલાવવામાં આવી રહ્યા છે.. 18 ઓક્ટોબરથી પહેલા તબક્કાની ફોર્સ આવવી શરૂ થશે. દિવાળી મહોત્સવ બાદ પહેલા તબક્કાની ફોર્સ રોકવામાં આવશે જ્યારે ચુકાદાવાળા સપ્તાહમાં બીજા તબક્કાની ફોર્સ આવશે. બહારથી આવતી પીએમસી, સીઆરપીએફ અનેરેપિડેકશન ફોર્સની કંપનીઓ માટે 200 સ્કૂલોને આરક્ષિત કરવામાં આવી. 200 સ્કૂલોની યાદી જિલ્લા વિદ્યાલય નિરીક્ષક દ્વારા જિલ્લા પ્રશાસનને મોકલી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી દશેરાની રજા બાદ સોમવારથી ફરીથી શરૂ થશે. ગઈ 6 ઓગસ્ટથી ચાલી રહેલી સુનાવણીમાં હવે મુસ્લિમ પક્ષ પોતાની દલીલ રાખી રહ્યા છે જે 14 ઓક્ટોબર સુધી ચાલશે. કેસની સુનાવણી કરી રહેલી 5 જજોની બંધારણીય પીઠે નક્કી કર્યુ છે કે 14 ઓક્ટોબરના રોજ મુસ્લિમ પક્ષની દલીલ ખતમ થયા બાદ 15 અને 16 ઓક્ટોબરે હિંદુ પક્ષોને જવાબ આપવાનો મોકો આપવામાં આવશે. પછી 17 ઓક્ટોબર સુધી સુનાવણીની બધી કાર્યવાહી પૂરી કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ કોબ્રા સાપને હાથમાં લઈને છોકરીઓએ ગરબા કર્યા, વીડિયો વાયરલઆ પણ વાંચોઃ કોબ્રા સાપને હાથમાં લઈને છોકરીઓએ ગરબા કર્યા, વીડિયો વાયરલ

English summary
Section 144 imposed in Ayodhya till 10th December in anticipation of verdict in ram mandir case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X