For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરક્ષા દળોએ છેલ્લા 12 કલાકમાં જૈશ કમાન્ડર વાની સહિત 5 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ એ મોહમ્મદના કમાન્ડર ઝાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદી પણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે, ઝાહિદ વાનીને લાંબા સમયથી સુરક્ષા દળોના જવાનો શોધી રહ્યા હતા, તે જૈશ એ મોહમ્મદનો ટોચનો કમાન્ડર હતો અને 2019ની ઝાહિદ લેટપુરાની ઘટનામાં શામેલ હતો, જેમાં 40થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા.

હજૂ પણ ચાલુ છે બંને તરફથી ગોળીબાર

હજૂ પણ ચાલુ છે બંને તરફથી ગોળીબાર

જ્યારે માર્યા ગયેલા 5માંથી એક આતંકીની ઓળખ પાકિસ્તાની તરીકે થઈ છે. તેની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શનિવારનારોજ સાંજે કુલગામ જિલ્લાના હસનપોરામાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીને શંકાસ્પદ આતંકવાદીઓએ ઠાર માર્યા હતા, ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારનેકોર્ડન કરી લીધો હતો, ત્યારબાદ આતંકવાદીઓ તરફથી સતત ગોળીબાર ચાલુ હતો.

જેમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો, જેમાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. બંનેતરફથી હજૂ પણ ગોળીબાર ચાલુ છે.

સરહદ પારથી કાશ્મીરમાં પ્રવેશ કર્યો

સરહદ પારથી કાશ્મીરમાં પ્રવેશ કર્યો

તાજેતરમાં જ કુલગામમાં જ પાકિસ્તાનના ટોચના JeM કમાન્ડર લમ્બુના નજીકના સહયોગી ઉસ્માનને ઠાર કરવામાં આવ્યો હતો.

હકીકતમાં બીએસએફના કાફલા પરઆતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઉસ્મામનું મોત થયું હતું.

એટલું જનહીં, ગયા અઠવાડિયે પણ કુલગામમાં ત્રણ અને બાંદીપોરા વિસ્તારમાં 3-4 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેઓ સરહદ પારથી કાશ્મીરમાં પ્રવેશ્યા હતા.

આતંકવાદીઓને ખતમ કરવા માટે સંયુક્ત ઓપરેશન

નોંધનીય બાબત છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓને ખતમ કરવા માટે સંયુક્ત ઓપરેશનહાથ ધર્યું છે.

આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 200થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.

English summary
Security forces shot dead five militants, including Jaish commander Vani in the last 12 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X